
IPL 2023 ની 35મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાઈ હતી. મુંબઈ સામે ગુજરાતે 55 રનથી જીત મેળવી હતી. આ સાથે જ સિઝનની અડધી સફર સમાપ્ત થઈ ચુકી છે. સિઝનમાં તમામ 10 ટીમો પોતાની 7-7 મેચ રમી ચુક્યા છે. હવે બાકીની 7-7 મેચનો તબક્કો હશે. અડધી સફરમાં પોઈન્ટ્સ ટેબલમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. પરંતુ હવે અહીંથી પોઈન્ટ્સ ટેબલ પર નજર પ્લેઓફને લઈ સતત રહેશે. ટીમો હવે પોતાના પોઈન્ટ્સ સુધારવા માટે હવે જુસ્સામાં જોવા મળશે. આગળની સફર ટીમને પ્લેઓફમાં લઈ જવાના માટે મહત્વની છે.
ગુજરાત ટાઈટન્સ સામે મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી રનચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. જોકે ગુજરાતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 207 રન નોંધાવ્યા હતા. શુભમન ગિલે શાનદાર અડધી સદી નોંધાવી હતી. ડેવિડ મિલર અને અભિનવ મનોહરે તોફાની બેટિંગ કરી હતી. જવાબમાં મુંબઈની ટીમે ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. 59 રનના સ્કોર પર જ 5 વિકેટ ગુમાવી દેતા મેચ એક તરફી બની ગઈ હતી. નેહલ વઢેરાએ 21 બોલમાં 40 રન નોંધાવ્યા હતા.
હવે ટોપ-4 માં રહેલી ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે આ સ્થાન પર જળવાઈ રહેવા માટે થઈને પુરો દમ લગાવતી નજર આવશે. ધોની સેના એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી ઉપર છે. નંબર -1 પર ચેન્નાઈ હોવા બાદ ગુજરાત ટાઈટન્સ બીજા સ્થાને પહોંચ્યુ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સ ચોથા સ્થાન પર સરક્યુ છે.
બાકીની 7 મેચના અભિયાનમાં ટોપની ચારેય ટીમો પુરો દમ લગાવતી નજર આવશે. ચેન્નાઈ, ગુજરાત, રાજસ્થાન અને લખનૌ , પોતાના સ્થાન જાળવી રાખવા માટે થઈને તાકાત અજમાવશે. અહીં ટકી રહેવાનો મતલબ પ્લેઓફમાં સીધુ સ્થાન મળી શકે છે. જોકે બેંગ્લોર, મુંબઈ અને પંજાબ પણ પૂરો દમ લગાવશે અને ટોપ ફોરમાં પહોંચવા પ્રયાસ બાકીની મેચમાં કરશે. બેંગ્લોર અને પંજાબે 4-4 મેચ જીતી છે. તેઓ પાસે 8-8 અંક છે. હવે તેઓ આ અંક વધારવાનો પ્રયાસ કરશે. સાથે જ રન રેટ પણ સારી કરવાનો પ્રયત્ન કરશે.
સિઝનની અડધી સફર સમાપ્ત થઈ છે અને અડધી સફર ખેડવાની શરુઆત બુધવારથી શરુ થઈ રહી છે. પ્લેઓફમાં પહોંચવા માટે ટોપની ચારેય ટીમોએ સૌથી પહેલા પોતાનુ સ્થાન જાળવી રાખવા માટે પ્રયાસ કરવો પડશે. આગળની દરેક મેચમાં જીત જરુરી હોવાનુ માનીને પૂરો દમ લગાવવો પડશે. ચેન્નાઈ અને ગુજરાતની પાસે 10-10 પોઈન્ટ્સ છે, હવે માત્ર 6 થી 8 પોઈન્ટની જરુર છે. 3 કે 4 મેચમાં જીત પ્લેઓફમાં પહોંચાડી શકે છે.
T20 League 2023 Points Table #IPL2023 #IPL #iplpointstable #TV9News pic.twitter.com/SIOHM9jfS5
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2023
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:17 am, Wed, 26 April 23