Ahmedabad : IPL 2023ની અંતિમ રાત એન્ટી-ક્લાઈમેક્સમાં ફેરવાઈ ગઈ હતી. અમદાવાદમાં કમોસમી વરસાદને કારણે 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી નથી. હવે આ મેચ સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે.ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે.
વરસાદને કારણે ઘણા ફેન્સ પહેલાથી જ સ્ટેડિયમ છોડીને પરત ફરી રહ્યા હતા. સાંજે 7 કલાકથી શરુ થયેલી વરસાદ રાત્ર 11 વાગ્યે પણ બંધ ન થતા. આજની મેચ રદ્દ કરવામાં આવી હતી. હવે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. દર્શકોની ફિઝિકલ ટિકિટ કાલની મેચ માટે માન્ય રહેશે. આજે 11 વાગ્યે અમ્પાયર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May – 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.
Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD
— IndianPremierLeague (@IPL) May 28, 2023
🚨 NEWS 🚨#TATAIPL 2023 Final rescheduled To Monday, May 29th at 7:30PM IST.
Details 🔽 #Final | #CSKvGT https://t.co/yoiO1s94TH pic.twitter.com/L57Zj4rQrF
— IndianPremierLeague (@IPL) May 28, 2023
હવે સવાલ એ થાય છે કે જો રિઝર્વ ડે દિવસે પણ વરસાદ પડે તો? IPL ફાઈનલના નિયમો અનુસાર, રિઝર્વ ડે પર 3 કલાક 20 મિનિટના નિશ્ચિત સમય ઉપરાંત 120 મિનિટનો સમય પણ હશે. એટલે કે રિઝર્વ ડે પર પણ રાત્રે 12.06 સુધી રાહ જોવામાં આવશે, જેથી 5-5 ઓવર રમી શકાય. જો તે શક્ય ન હોય તો સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવશે. જો તે પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાતને વિજેતા જાહેર કરવામાં આવશે.
Published On - 11:25 pm, Sun, 28 May 23