
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો ગત સિઝનમાં હિસ્સો રહેલા નિકોલસ પૂરનને આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સે મોટી કિંમત ખર્ચીને પોતાની સાથે જોડ્યો છે. IPL ઓક્શન માં લખનૌની ટીમે પૂરનને રુપિયા 16 કરોડ રુપિયા ખર્ચીને પોતાની સાથે જોડ્યો છે. આ પહેલા અનેક ટીમોએ પણ તેને પોતાની સાથે સામેલ કરવા માટે બોલી લગાવી હતી. પરંતુ તેને પોતાની સાથે જોડવાની બાજી લખનૌ મારવામાં સફળ રહ્યુ હતુ. પૂરન માટે દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે બોલી લગાવી હતી. જેને લઈ તેને ખરીદવા માટે સ્પર્ધા જામી હતી.
પૂરન ગત સિઝન માટે મેગા ઓક્શન દરમિયાન 10.75 કરોડ રુપિયામાં ખરીદાયો હતો. એ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદે તેના માટે મોટી બોલી લગાવીને પોતાની સાથે જોડ્યો હતો. પરંતુ મીની ઓક્શન પહેલા જ હૈદરાબાદે તેને રિલીઝ કરી દીધો હતો.
અત્યાર સુધી તે IPLમાં 47 મેચ રમી ચૂક્યો છે. તેણે 47 મેચમાં 912 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 151.24 છે. આ સિવાય વિકેટકીપર તરીકે 20 વિકેટ પણ તેના નામે છે. IPL 2023ની હરાજી દરમિયાન પુરનને મોટી બોલી લગાવવાની આશા હતી.
IPLની છેલ્લી સિઝન નિકોલસ પૂરન માટે સરેરાશ રહી હતી. તેણે 14 મેચમાં માત્ર બે અડધી સદીની મદદથી 306 રન બનાવ્યા હતા. આ સિવાય IPL 2021માં તેણે 12 મેચમાં 7.72ની ખૂબ જ નબળી એવરેજથી રન બનાવ્યા હતા.
અબુ ધાબીમાં 10 ઓવરની ટૂર્નામેન્ટમાં નિકોલસ પૂરને શાનદાર રમત બતાવી હતી. ડેક્કન ગ્લેડીયેટર્સ વતી રમતા તેનું બેટ તોફાની ઇનિંગ્સમાં બહાર આવ્યું. તેણે નોર્ધન વોરિયર્સના બોલરોની છગ્ગાથી છુટકારો મેળવ્યો અને માત્ર 32 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 80 રન બનાવ્યા. તે લીગના ટોચના બેટ્સમેનોમાં સામેલ હતો.
ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વિશ્વકપ 2022માં વેસ્ટ ઈન્ડિઝની ટીમનો દેખાવ કંગાળ રહ્યો હતો. તે સુપર 12માં પણ પોતાનુ સ્થાન બનાવી શકી નહોતી. જબરદસ્ત કંગાળ રમતને પગલે વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન પદેથી નિકોલસ પૂરને રાજીનામુ આપ્યુ હતુ. આમ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની આગેવાનીમાં દેખાવ કરી શકી નહોતી, પરંતુ વ્યક્તિગત રીતે પૂરનને આનાથી કોઈ જ નુકશાન ના થયુ એમ તે આઈપીએલમાં મોંઘા ખેલાડીઓની યાદીમાં સામેલ રહ્યો છે.
Published On - 4:36 pm, Fri, 23 December 22