IPL Auction 2022: શાહરુખ ખાનને રીપ્રેઝન્ટ કરતા આર્યન-સુહાનાની તસ્વીર શેર કરી ‘પ્રાઉડ મોમ’ ગૌરી ખાને આ રીતે દર્શાવ્યો પ્યાર

|

Feb 13, 2022 | 12:50 PM

આઇપીએલ ઓક્શન 2022 (IPL Auction 2022) માં બંને ભાઈ-બહેન તેમના પિતા શાહરૂખ ખાનનું પ્રતિનિધિત્વ કરવા હાજર રહ્યા છે

IPL Auction 2022: શાહરુખ ખાનને રીપ્રેઝન્ટ કરતા આર્યન-સુહાનાની તસ્વીર શેર કરી પ્રાઉડ મોમ ગૌરી ખાને આ રીતે દર્શાવ્યો પ્યાર
Suhana અને Aryan Khan હરાજીમાં દર્શાવી રહ્યા છે પોતાની કાબેલિયત

Follow us on

શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) અને પુત્રી સુહાના ખાન (Suhana Khan) ની ઘણી તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર છે. IPL Auction 2022 માં બંને ભાઈ-બહેન તેમના પિતા શાહરૂખ ખાનનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા છે. શાહરૂખના બંને બાળકો સુહાના અને આર્યનની ત્રણથી ચાર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. પ્રથમ તસવીરમાં બંને ભાઈ-બહેન લેપટોપ પાસે બેસીને થોડી ચર્ચા કરતા જોવા મળે છે, બીજી તસવીરમાં સુહાના અને આર્યન હરાજીની સુનાવણીમાં વ્યસ્ત છે, ત્રીજી તસવીરમાં સુહાના અને આર્યન ચા-કોફી બ્રેક લેતા જોવા મળે છે.

ગૌરી ખાને ‘પ્રાઉડ મોમ’ બનીને બાળકો પર પ્રેમ વરસાવ્યો

દરમિયાન એક ફોટામાં, આર્યન તેની મિત્ર અને જુહી ચાવલાની પુત્રી જાહ્નવી ચાવલા સાથે જોવા મળે છે. આ ફોટોની સરખામણી શાહરૂખ અને જુહીની જૂની IPL દરમિયાન લેવામાં આવેલી તસવીર સાથે કરવામાં આવી રહી છે. આ તસવીરો ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તે જ સમયે, સુહાના અને આર્યનની ‘પ્રાઉડ મોમ’ એ આ ફોટા પર પ્રતિક્રિયા આપી છે. ગૌરી ખાને તેની ઇન્સ્ટા સ્ટોરીમાં સુહાના અને આર્યનની તસવીર શેર કરી છે અને બંને બાળકો પર પ્રેમ વરસાવ્યો છે. ગૌરીએ શાહરૂખ ખાનનું પ્રતિનિધિત્વ કરતા તેના બાળકોની તસવીર પર હાર્ટ ઇમોજી શેર કરી છે.

સુહાના અને આર્યન ખાનની તસ્વીરો ગૌરી ખાને શેર કરી હતી

થોડા સમય પહેલા આર્યન ખાન ડ્રગ્સના કેસમાં પકડાયો હતો. આ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસ પછી પહેલીવાર આર્યન લાંબા સમય પછી જાહેરમાં દેખાયો છે. આર્યન ઘણા સમયથી આ રીતે દેખાયો નહોતો. શુક્રવારે આઈપીએલ ઓક્શનના અવસર પર આર્યન ખાન બહેન સુહાના સાથે જોવા મળ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આર્યન અને સુહાનાની તસવીરો ઈન્ડિયન પ્રીમિયર લીગના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી હતી. આ દરમિયાન આર્યન અને સુહાનાને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સાથે બતાવવામાં આવ્યા હતા. શાહરૂખ આ ટીમનો માલિક છે. જુહી ચાવલા પણ ટીમમાં ભાગીદાર છે, તેથી જુહીનું પ્રતિનિધિત્વ તેની પુત્રી જ્હાનવી ચાવલા દ્વારા કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેગા ઓક્શન શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે યોજાઇ રહી છે. રવિવારે ઓક્શનનો બીજો દિવસ છે. જેમાં કુલ 600 ક્રિકેટર્સ સામેલ થયા છે. આ પછી IPLની શાનદાર મેચ ટૂંક સમયમાં શરૂ થશે.

આ પણ વાંચોઃ IPL 2022 Auction Highest Paid Players: ભારતીય યુવા ખેલાડીઓ વેચાયા સૌથી મોંઘા, અહીં જુઓ IPL 2022 ના ઊંચા ભાવવાળા 10 ખેલાડીઓ

આ પણ વાંચોઃ Abhinav Manohar Sadarangani, IPL 2022 Auction: માત્ર 4 T20 મેચો રમનારા ‘અજાણ્યા’ પ્લેયર પર ગુજરાત ટાઇટન્સે અઢી કરોડ નો ખેલ્યો છે દાવ, જાણો કોણ છે તે ખેલાડી

 

Published On - 12:42 pm, Sun, 13 February 22

Next Article