
IPL 2025 માં, 29 એપ્રિલના રોજ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે, અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચ પછી, એક વિવાદાસ્પદ ઘટના પ્રકાશમાં આવી. જ્યાં દિલ્હી કેપિટલ્સના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે કોલકાતા નાઈટ રાઈડર્સ બેટ્સમેન રિંકુ સિંહને બે વાર થપ્પડ મારી દીધા, જે બાદ રિંકુ અસ્વસ્થ થઈ ગયો હતો.
આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જોકે પહેલા બંને ખેલાડીઓ હસતા જોવા મળ્યા, પરંતુ કુલદીપે રિંકુને બીજી વાર થપ્પડ મારતા જ તે ગંભીર થઈ ગયો. આ કૃત્યથી ક્રિકેટ ચાહકોને 2008 માં હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે થયેલા ‘IPL થપ્પડ કૌભાંડ’ની યાદ અપાવી દીધી. તે જૂના કેસમાં, મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો, જ્યારે આ વખતે આ મામલો મજાક તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ રિંકુ સિંહના ચેહરાના એક્સપ્રેસન ચેન્જ થઈ ગયા હતા અને થોડો ગંભીર થયેલો જોવા મળી રહ્યો હતો આથી આ અંગે વસ્તુઓ સ્પષ્ટ નથી.
video here –pic.twitter.com/wERbeZ6AVV
— Bindaas Banter (@BanterBindaas) April 29, 2025
કુલદીપ અને રિંકુ સિંહ વચ્ચે શું થયું? તો સમજો કે… દિલ્હીની ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં સતત બીજી મેચ હારી ગઈ. કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હીને 14 રનથી હરાવ્યું. આ મેચ પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જ્યાં, મેચ સમાપ્ત થયાના થોડા સમય પછી, દિલ્હી કેપિટલ્સના સ્પિનર કુલદીપ યાદવ લાઈવ ટીવી પર KKR ના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને બે વાર થપ્પડ મારતા જોવા મળ્યા હતા.
Kuldeep Yadav Slaps Rinku Singh twice pic.twitter.com/uWAFRgA4YX
— Keshav Altx (@KohliGOAT82x) April 29, 2025
આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 29 એપ્રિલે, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ મેચ પછી પોસ્ટ પ્રેઝન્ટેશન માટે ઉભા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, કુલદીપ, રિંકુ અને અન્ય ખેલાડીઓ મેચ પછી મજાકના મૂડમાં જોવા મળે છે. આ દરમિયાન કુલદીપે રિંકુને થપ્પડ મારી હતી. શરૂઆતમાં, એવું લાગતું હતું કે આ મજાકમાં થયું હશે. પરંતુ રિંકુને તે ગમ્યું નહીં, તે ગંભીર થઈ ગયો અને આ જોઈને અસ્વસ્થ થઈ ગયો. આ પછી, કુલદીપે તેને ફરીથી થપ્પડ મારી. પરંતુ આ વખતે રિંકુ ગુસ્સે જોવા મળ્યો.
વાયરલ વીડિયો ક્લિપમાં કોઈ ઓડિયો નથી, તેથી કુલદીપની કાર્યવાહી પાછળનો સંદર્ભ જાણી શકાયો નથી. મેચ પછીના વિશ્લેષણ દરમિયાન કોમેન્ટેટર્સે પણ આ ઘટના વિશે કંઈ કહ્યું ન હતું. પરંતુ સોશિયલ મીડિયા પર ચાહકો કુલદીપથી ગુસ્સે દેખાતા હતા. તેઓએ તેને તેનું સૌથી ખરાબ વર્તન ગણાવ્યું. જ્યારે કેટલાકે BCCI પાસે કુલદીપ યાદવ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 10:35 am, Wed, 30 April 25