
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ બાળપણમાં અન્ય બાળકોની જેમ ઘણા સપના જોયા હતા. ભારત માટે રમવું, મોટો ખેલાડી બનવાનું તેનું બાળપણનું સપનું હતું. આ સિવાય બાળપણથી જ તે એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો. કોહલીએ બાળપણમાં જોયેલા તમામ સપના પૂરા કર્યા. ભારતનો સૌથી મોટો ક્રિકેટર બન્યો. ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી. અનુષ્કા શર્માને પાર્ટનર બનાવી.
કોહલી એક એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો તે વાતનો ઘટસ્ફોટ તેના બાળપણના મિત્ર શલજની માતાએ કર્યો હતો, વિરાટને તેના મિત્રની માતાએ બનાવેલા ભરેલા બટાકા પ્રિય હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોહલીના પહેલા કોચ રાજકુમાર શર્મા, મિત્ર શલજ અને તેની માતાનો કોહલીના શરૂઆતના દિવસો વિશે વાત કરતા સુંદર વીડિયો શેર કર્યો છે.
Stories from Virat Kohli’s childhood in Delhi
We met Virat’s first coach Rajkumar Sharma, childhood friend Shalaj & his mother, and they tell us beautiful unheard anecdotes from Virat’s early days as a budding cricketer in Delhi, on @HombaleFilms brings to you Bold Diaries.… pic.twitter.com/wzbpeoTxfu
— Royal Challengers Bangalore (@RCBTweets) May 5, 2023
શલજ અને કોહલી એકસાથે ક્રિકેટ એકેડમીમાં જતા હતા. શલજની માતા નેહા અવારનવાર બધા માટે ખાવાનું લઈ જતી. કોહલીને તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ ફૂડ પણ ગમ્યું. નેહાએ કહ્યું કે કોહલી પહેલાથી જ વિનંતી કરતો હતો કે તેને શું ખાવું છે. તેણીએ બનાવેલા ભરેલા બટેટા તેને ખૂબ જ ગમતા અને તે ટિફિન ખોલતાની સાથે જ કોહલી તે લઈને ભાગી જતો. ત્યારબાદ બાકીના બાળકો પણ કોહલીની પાછળ દોડવા લાગ્યા.
આ પણ વાંચો : MS Dhoni, DRS: ધોની છે રિવ્યૂ માસ્ટર? જાણો વિરાટ કોહલી, કેએલ રાહુલ કોણ છે માહિની આગળ કે પાછળ
નેહાએ વધુમાં જણાવ્યું કે એક વખત મદનલાલ ક્રિકેટ એકેડમી સાથે સ્પર્ધા ચાલી રહી હતી. એક એડ ફિલ્મનું પોસ્ટર હતું, જેને જોઈને કોહલીએ કહ્યું હતું કે તે એક દિવસ મોટો માણસ બનશે અને એક્ટ્રેસ સાથે લગ્ન કરશે. નેહાએ કહ્યું કે કોહલીનું દરેક સપનું સાકાર થયું છે, જે જોઈને આનંદ થયો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…