Virat Kohli-MS Dhoni : MS ધોનીને મળીને વિરાટ કોહલી હારનું દુ:ખ ભૂલી ગયો, જૂઓ VIDEO

એમએસ ધોની અને વિરાટ કોહલી વચ્ચે ખુબ મજબુત મિત્રતા છે.બંન્ને એકબીજાનું સન્માન પણ કરે છે. આ રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત થઈ હતી.

Virat Kohli-MS Dhoni : MS ધોનીને મળીને વિરાટ કોહલી હારનું દુ:ખ ભૂલી ગયો, જૂઓ VIDEO
| Edited By: | Updated on: Apr 18, 2023 | 1:07 PM

તમે એ બોલિવૂડ ગીત સાંભળ્યું જ હશે. હમ તો ભાઈ જૈસે હૈ વૈસે રહેગા… તો એમએસ ધોની અને વિરાટ કોહલી પણ એવા જ છે. જ્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને જણા કેમેરા એક જ ફ્રેમમાં આવ્યા, ત્યારે આ વીડિયો વાયરલ થયો હતો. જ્યારે ધોની અને વિરાટ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એકસાથે વાત કરતા જોવા મળ્યા, તો પછી કોણ મેચ વિશે વાત કરે. કેમેરાનું આખું ફોકસ આ બંને પર થંભી ગયું. કોમેન્ટેટર્સ પણ મેચ વિશે ઓછું અને તેના વિશે વધુ બોલવા લાગ્યા.

 

 

આ પણ વાંચો : SRH vs MI : આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, પિચ પર થશે રનનો વરસાદ થશે

ધોનીને મળીને હારનું દુ:ખ ભૂલી ગયો વિરાટ!

ધોની અને વિરાટ વચ્ચે ઘણી વાતો થઈ. એવું લાગી રહ્યું હતું કે મોટો ભાઈ ધોની તેના નાના ભાઈ વિરાટની હારનું દુ:ખ દૂર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે CSK સામેની મેચમાં RCBને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

 

 

ધોની-વિરાટનો આ પહેલા પણ આવો દબદબો રહ્યો છે

જો કે, આ પહેલીવાર નથી જ્યારે બંને સાથે વાત કરતા અને મજાક કરતા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોય. આ પહેલા પણ બંનેના આવા વીડિયો ખૂબ ચર્ચામાં રહ્યા છે. દુનિયાએ ઘણી વખત ધોનીને વિરાટના વખાણ કરતા અને વિરાટને ધોની નામના લોકગીતો સંભળાવતા જોયા છે.

 

 

આવી સ્થિતિમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ બાદ જે બતાવવામાં આવ્યું તેમાં કંઈ નવું નહોતું.

 

 

વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ખુબ સારી મિત્રતા છે. કોહલીએ થોડા સમય પહેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેમણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી હતી, ત્યારે ધોની માત્ર એવો હતો કે વિરાટ સાથે મેસેજમાં વાત કરી હતી. વિરાટ કોહલી અનેક વખત કહી ચૂક્યો છે કે, ધોની હંમેશા તેનો કેપ્ટન રહેશે પછી તે રમતો હોય કે નહિ

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો