Viral Video : RCB પ્લેઓફમાંથી બહાર થતા ખુબ ઝૂમ્યા MIના ખેલાડીઓ, રોહિત શર્માએ અપાવી હતી ગયા વર્ષની યાદ

|

May 22, 2023 | 7:49 PM

RCB out of IPL Play Offs : આઈપીએલ 2023ની અંતિમ બે મેચોમાં રોમાંચક રમત જોવા મળી હતી. ગુજરાત ટાઈટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર થતા જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. મુંબઈના ખેલાડી એ વાત પર ઊજવણી કરી હતી. જેનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : RCB પ્લેઓફમાંથી બહાર થતા ખુબ ઝૂમ્યા MIના ખેલાડીઓ, રોહિત શર્માએ અપાવી હતી ગયા વર્ષની યાદ
mumbai indians players celebrate

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અંતિમ મેચમાં જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. હૈદરાબાદ સામેની જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સની નજર ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચના પરિણામ પર હતી. જો આ મેચમાં વરસાદ અને ગુજરાતની જીત થઈ હોય તો જ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પ્રવેશી શકશે તેવો સમીકરણો ગઈકાલે બન્યા હતા. તેવામાં ગુજરાત ટાઈટન્સ સામે જીત મેળવીને પ્લેઓફમાં પ્રવેશ કરવો એ એક માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું લક્ષ્ય હતું.

વિરાટ કોહલીની સેન્ચુરીની મદદથી બેંગ્લોરની ટીમે 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પણ શુભમન ગિલની સેન્ચુરી અને વિજય શંકરની ફિફટીની મદદથી ગુજરાત ટાઈટન્સની અંતિમ મેચમાં જીત થઈ હતી. બેંગ્લોરની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ હતી અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પ્રવેશી હતી. તેમની જીતની ઊજવણીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

RCB પ્લેઓફમાંથી બહાર થતા ખુબ ઝૂમ્યા MIના ખેલાડીઓ

 

 

હૈદરાબાદ સામેની જીત બાદ રોહિતનું નિવેદન

 

વાનખેડે સ્ટેડિયમમાં પોતાની અંતિમ લીગ મેચમાં જીત મેળવીને મુંબઈની ટીમ બેંગ્લોરની હારની પ્રાથર્ના કરી રહી હતી. હૈદરાબાદ સામે 8 વિકેટથી જીત મેળવ્યા બાદ રોહિત શર્મા એ એક નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે ગયા વર્ષે અંતિમ મેચમાં  અમારા કારણે બેંગ્લોરની ટીમે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. આજે અમે આશા રાખી રહ્યા છે કે બેંગ્લોરની ટીમ અમારા માટે પણ કઈક કરે.

પ્લેઓફનું સંપૂર્ણ શેડયૂલ

 

  • 23 મે – કવોલિફાયર 1 – ગુજરાત ટાઈટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ
  • 24 મે- એલિમિનેટર – લખનઉ સુપર જાયન્ટ્સ vs  મુંબઈ ઈન્ડિયન્સ
  • 26  મે – કવોલિફાયર 2 – કવોલિફાયર 1 માં હારનારી ટીમ vs એલિનિનેટરમાં જીતનાર ટીમ
  • 28 મે – ફાઈનલ – કવોલિફાયર 1ની વિજેતા ટીમ vs કવોલિફાયર 2ની વિજેતા ટીમ

23 મેથી 28 મે વચ્ચે 4 ટીમો વચ્ચે પ્લેઓફની મેચો રમાશે. 23 મેની કવોલિફાયર અને 24 મેની એલિમિનેટર મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. જ્યારે 26 મેની કવોલિફાયર અને 28 મેની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પ્લેઓફની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article