કોલકાતાએ બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 21 રનથી શાનદાર જીત મેળવી છે. IPL 2023 ની 36 મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હારીને કોલકાતાએ બેંગ્લોર સામે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ બેટિંગ, ફિલ્ડીંગ અને બોલિંગ ત્રણેય વિભાગમાં બેંગ્લોર પર ભારે રહ્યુ હતુ. મેચમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ શાનદાર દેખાવ કરતા ત્રણ મહત્વના શિકાર ઝડપ્યા હતા. આ પહેલા ઈડન ગાર્ડન્સ પર વરુણે બેંગ્લોરની ચાર વિકેટ ઝડપી હતી.
જોકે મેચ બાદ હવે મિસ્ટ્રી સ્પિનરને ઘરે મોકલવા માટેની ચર્ચા શરુ થઈ છે. તમને આ વાત જાણીને થોડી નવાઈ લાગતી હશે કે, આમ કેમ. હા વાત બિલકુલ સાચી છે, પરંતુ કારણ અલગ છે. વરુણ ચક્રવર્તીને ઘરે મોકલવા માટે ચર્ચા શરુ થઈ છે. ખાસ કરીને ફેન્સ તેની ચર્ચા ખૂબ કરી રહ્યા છે. તમને એમ થતુ હશે કે, જબરદસ્ત પ્રદર્શન બાદ આવી વાત કેમ, તો એની જ વાત અહીં કરીશું.
વાત એમ છે કે, બેંગ્લોર સામેની મેચ કોલકાતાએ જીતી લીધી ત્યાર બાદ વરુણ ચક્રવર્તીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કમેન્ટેટર હર્ષા ભોગલે સાથે વરુણની વાત થઈ હતી. ભોગલેએ વરુણને ઘરે મોકલવાની વાત કરી હતી, અને આ વાત હવે ચર્ચાનો વિષય બન્યો હતો.
વરુણે એવોર્ડ સ્વિકારતા કહ્યુ હતુ કે, આ એવોર્ડને તે પોતાના પુત્રને સમર્પિત કરવા ઈચ્છુ છું. ભોગલેએ સવાલ કર્યો હતો તે, પુત્રને ક્યારે મળીશ. જેના જવાબમાં તેણે બતાવ્યુ હતુ કે, તે આઈપીએલની સિઝન સમાપ્ત થવા બાદ ઘરે જઈ શકશે. ત્યારે ભોગલેએ કહ્યુ કે, 2 મેચ બાદના બ્રેક દરમિયાન તે ઘરે જઈ શકે છે.
BOWLED!@chakaravarthy29 gets the #PBKS skipper 🔥
Shikhar Dhawan departs after a fine 40(29) 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/UeBnlhdZdr#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/zAHIAateDY
— IndianPremierLeague (@IPL) April 1, 2023
વરુણ ગત ડિસેમ્બર મહિનામાં પિતા બન્યો હતો, લાંબા સમયથી તે પુત્રને મળી શક્યો નથી. વરુણ સહિતના ખેલાડીઓ આઈપીએલ સિઝનને લઈ વ્યસ્ત બન્યા છે. શરુઆત થવા પહેલાથી જ વ્યસ્ત ખેલાડીઓ પોતાના પરિવારને સમય આપી શક્યા નથી. હવે સિઝન પુરી થયા બાદ તે પરત ફરશે.
કોલકાતા સિઝનમાં 8 મેચ રમીને માત્ર 3 જ મેચમાં જીત મેળવી શક્યુ છે. જેમાં ગુજરાત સામે એક વાર અને બેંગ્લોર સામે બે વાર જીત મેળવી છે. હજુ કોલકાતા પ્લેઓફમાં પહોંચવા માટે થઈને પુરી તાકાત લગાવવી જરુરી છે. વરુણે આવુ જ પ્રદર્શન જાળવી રાખવુ પણ જરુરી છે. કોલકાતા તરફથી 8 મેચમાં અત્યાર સુધીમાં વરુણે સૌથી વધારે 13 વિકેટ ઝડપી છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 4:03 pm, Thu, 27 April 23