Rishabh Pant મહિનાઓ નહીં વર્ષ સુધી ક્રિકેટ નહીં રમી શકે? સૌરવ ગાંગુલીએ કહી મોટી વાત

|

Feb 27, 2023 | 8:35 PM

Rishabh Pant ને ગંભીર કાર અકસ્માતમાં ઈજા પહોંચ્યા બાદ હવે તે IPL 2023 ની સિઝન થી બહાર છે. હવે Delhi Capitals માટે પંતનો વિકલ્પ શોધવામાં મુશ્કેલીઓ આવી રહી છે.

Rishabh Pant મહિનાઓ નહીં વર્ષ સુધી ક્રિકેટ નહીં રમી શકે? સૌરવ ગાંગુલીએ કહી મોટી વાત
Sourav Ganguly gives update on Rishabh Pant injury

Follow us on

ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટર રિષભ પંતને ગત ડીસેમ્બર માસમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. પંત રુરકી પાસે વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બન્યો હતો. દિલ્હી કેપિટલની IPL ક્રિકેટ ટીમ પણ પંતના વિકલ્પને શોધી રહી છે. જોકે તેમના ક્રિકેટ ડાયરેક્ટર સૌરવ ગાંગુલીએ આ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ અપડેટ આપ્યુ હોય એમ કહ્યુ હતુ કે પંતને હજુ કેટલો સમય પરત ફરવામાં લાગી શકે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે રિષભ પંત દિલ્હી કેપિટલ ની ટીમ માટે ઉપલબ્ધ નથી. ઈજાઓને લઈ તે ક્રિકેટથી લાંબા સમય માટે દૂર છે આ દરમિયાન દિલ્હી કેપિટલ્સ પંતના સ્તરના ખેલાડીની વિકલ્પ રૂપે શોધ ચલાવી રહ્યુ છે. જોકે આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને અપડેટ આપ્યુ છે.

ગાંગુલી બતાવ્યુ પરત ફરવાાં કેટલો સમય લાગશે

ગાંગુલીએ પંત વિશે કહ્યું, “મેં તેની સાથે ઘણી વખત વાત કરી. દેખીતી રીતે તે ઈજાઓ અને સર્જરી પછી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને હું તેને શુભકામનાઓ પાઠવું છું. એક વર્ષમાં અથવા થોડા વર્ષોમાં, કદાચ તે ફરીથી ભારત માટે રમશે.” આગળ સવાલ પૂછાયો હતો કે, શું તે IPL દરમિયાન પંતને ટીમ સાથે થોડો સમય જોવા માંગશે જેથી તે તેની રિકવરીમાં પણ મદદ કરી શકે? ગાંગુલીએ કહ્યું, “ખબર નથી. આપણે જોઈશું.”

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કોને સોંપાશે સુકાન?

હજુ સુધી દિલ્લી કેપિટલ્સ દ્વારા કેપ્ટનશિપ સોંપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. સૌરવ ગાંગુલી પણ હજુ સુધી પંતના વિકલ્પ તરીકે વિકેટકીપર અંગે નિર્ણય જાહેર કરી શક્યા નથી. ટીમ અભિષેક પોરેલ અને મૂળ સૌરાષ્ટ્રના ખેલાડી શેલ્ડન જેક્સન બેમાંથી કોણ વધારે ઉપયોગી એ નક્કી કરી શકાયુ નથી.

કેપ્ટનશિપની વાત કરવામાં આવે તો, ડેવિડ વોર્નરને આ માટે પસંદ કરવામાં આવી શકે છે. જ્યારે ગુજરાતી ખેલાડી અક્ષર પટેલ દિલ્લીની ટીમનો વાઈસ કેપ્ટનનની ભૂમિકામાં જોવા મળી શકે એમ છે.

કોલકાતામાં યોજાયુ હતુ અભ્યાસ સત્ર

આગળ વાત કરતા ગાંગુલીએકહ્યું,”આઈપીએલને હજુ એક મહિનો બાકી છે અને સિઝન શરૂ થઈ છે. તમામ ખેલાડીઓ જેટલા ક્રિકેટ રમે છે તે જોતા તમામ ખેલાડીઓને સાથે લાવવા મુશ્કેલ છે. ચાર-પાંચ ખેલાડીઓ ઈરાની ટ્રોફી રમી રહ્યા છે. સરફરાઝને તેની આંગળીમાં ઈજા થઈ છે.તેની આંગળીમાં કોઈ ફ્રેક્ચર નથી. તેને આઈપીએલ માટે ઠીક હોવો જોઈએ”.

ગાંગુલીના માર્ગદર્શન હેઠળ કોલકાતામાં ત્રણ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૃથ્વી શૉ, ઈશાંત શર્મા, ચેતન સાકરિયા, મનીષ પાંડે અને અન્ય સ્થાનિક ખેલાડીઓએ ભાગ લીધો હતો.

 

Published On - 8:29 pm, Mon, 27 February 23

Next Article