
આઈપીએલ 2023ની 60મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. બેંગ્લોરની ટીમે 5 વિકેટના નુકશાન સાથે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ હોમ ગ્રાઉન્ડ પર બેટિંગ સમયે નબળી પડી ગઈ હતી. હાલમાં જ 13 બોલમાં ફિફટી ફટકારનાર યશસ્વી જયસ્વાલ આજે 0 રન પર આઉટ થયો અને રાજસ્થાનની બેટિંગ લાઈનઅપ ધરાશાઈ થઈ ગઈ હતી. રાજસ્થાનની ટીમ 59 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
રાજસ્થાન રોયલ્સની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. સિઝનમાં શરુઆતની તબક્કામાં જબરદસ્ત પ્રદર્શન કરી રહેલ રાજસ્થાન અંતિમ તબક્કામાં મુશ્કેલ જણાઈ રહી છે અને જેને લઈ મજબૂત દાવેદાર પ્લેઓફ માટે મનાતી ટીમ હવે બહાર થવાને આરે પહોંચી છે. આજે રાજસ્થાને આઈપીએલ ઈતિહાસનો ત્રીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. આ ટીમે આ સિઝનનો પણ સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો.
!
The Anuj Rawat direct-hit that left everyone in disbelief
Check out the dismissal here #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP
— IndianPremierLeague (@IPL) May 14, 2023
How MS Dhoni Dismissed Ross Taylor B|
வேற லெவல் pic.twitter.com/8qtlUZMFiC— Oneindia Tamil (@thatsTamil) October 27, 2016
બેંગ્લોરનો બોલર કરણ બીજી ઈનિંગની 8મી ઓવર નાંખી રહ્યો હતો. તે સમયે હેટમાયરે સ્વેર લેગ તરફ શોર્ટ ફટકાર્યો હતો, સિરાજે બાઉન્ડ્રી પરથી વિકેટકીપર અનુજ રાવત તરફ બોલ ફેંક્યો હતો. અનુજ રાવતે ધોની સ્ટાઈલમાં સ્ટંપ તરફ બોલ માર્યો હતો. જેને કારણે ત્રીજો રન લેવાનો પ્રયાસ કરનાર અશ્વિન રન આઉટ થયો હતો. અનુજ રાવતને કારણે લોકોને ધોનીની યાદ આવી હતી.
હોમ ગ્રાઉન્ડ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ફરી એકવાર રાજસ્થાનની ટીમ મુશ્કેલમાં જોવા મળી હતી. બેંગ્લોરની ટીમ સામે રાજસ્થાનના બોલરોએ સારો પ્રયાસ કર્યો હતો. જેને લઈ બેંગ્લોરને આક્રમક થતુ અટકાવીને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી હતી. પરંતુ જ્યારે બેટર્સનો વારો આવ્યો તો ધબડકો વાળ્યો હતો. શરુઆત જ રાજસ્થાને ખરાબ કરી દીધી હતી. ધબડકાની શરુઆત ફોર્મમાં રહેલા ઓપનરથી થઈ હતી. યશસ્વી જયસ્વાલ 2 બોલ રમીને પ્રથમ ઓવરમાં શૂન્ય રને પરત ફર્યો હતો. આગળની ઓવરમાં જોસ બટલરે વિકેટ ગુમાવી હતી. બટલર પણ શૂન્ય રને પરત ફર્યો હતો. સુકાની સંજૂ સેમસન માત્ર 4 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો.
જો રુટ 10 રન નોંધાવીને પરત ફર્યો હતો. દેવદત્ત પડિક્કલ ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં આવ્યો હતો. જે માત્ર 4 રન નોંધાવી શક્યો હતો. ધ્રૂવ જૂરેલ 1 રન 7 બોલનો સામનો કરીને નોંધાવી આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિન ડાયમંડ ડક વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. તે એક પણ બોલ રમ્યા વિના જ રન આઉટ થઈ શૂન્ય રને પરત ફર્યો હતો.
રાજસ્થાન તરફથી સૌથી વધારે રન શિમરોન હેટમાયરે નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગાની મદદ વડે 19 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 1 ચોગ્ગો ફટકાર્યો હતો. એડમ જંપા 2 રન અને સંદીપ શર્મા શૂન્ય રને પરત ફર્યો હતો. આમ પૂરા 57 બોલની રમત બાકી રહી હતી અને મોટી હાર રાજસ્થાનને નામે લખાઈ ગઈ હતી.
Published On - 9:02 pm, Sun, 14 May 23