
IPL 2023 નો માહોલ જબરદસ્ત જામ્યો છે. સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ ખૂબ રંગ જમાવી રહી છે. ધોનીની ટીમમાં સૌથી મહત્વનો ખેલાડી માહિ પછી રવિન્દ્ર જાડેજા છે. રવિન્દ્ર જાડેજાનુ પ્રદર્શન જબરદસ્ત છે. ચેન્નાઈ હોય કે ભારતીય ટીમ બંને માટે રવિન્દ્ર જાડેજા મહત્વનો ખેલાડી છે. તે કમાલની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ વડે સૌને પ્રભાવિત કરે છે. તે કેચ ઝડપે કે, પછી બેટિંગમાં જબરદસ્ત ઈનીંગ રમે તેનો જશ્ન પણ જબરદસ્ત હોય છે. જાડેજાના લગ્નમાં જશ્ન આવો જ જબરદસ્ત થયો હતો અને જેની પર વિવાદ સર્જાઈ ગયો હતો.
રવિન્દ્ર જાડેજાના પત્નિ હાલમાં જામનગરના ધારાસભ્ય છે. જાડેજાએ રાજકોના રિવાબા સોલંકી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં 17 એપ્રિલે જાડેજા અને રિવાબાના લગ્ન થયા હતા. તેમના લગ્ન શાનદાર તો હતા જ પરંતુ તેમના લગ્નમાં જે રીતે જશ્નનો અંદાજ જોવા મળ્યો હતો એનાથી ચર્ચાઓ બની ગઈ હતી. રવિન્દ્ર જાડેજાના લગ્નમાં ગોળીઓ હવામાં છોડવામાં આવી હતી, અને આમ જશ્ન મનાવ્યો હતો. જેને લઈ પોલીસ ફરીયાદ પણ દાખલ થઈ હતી.
ચેન્નાઈના મહત્વના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને રિવાબાની લવ સ્ટોરીની અહીં વાત કરીશું. રવિન્દ્ર અને રિવાબા વચ્ચેની પ્રથમ મુલાકાતના ત્રણ મહિનામાં જ સગાઈ કરી લીધી હતી. રવિન્દ્રની બહેન નયનાબાના મિત્ર હતા રિવાબા અને તેઓના થકી જ તેમને પ્રથમ વાર મળ્યો હતો. રિવાબા સાથે જાડેજાની મુલાકાત થયાના પ્રથમ વારમાં જ તે પોતાનુ દિલ હારી બેઠો હતો. પ્રથમ મુલાકાતમાં જ બંનેએ એક બીજાને નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચિતોનો દૌર શરુ થયો હતો.
માત્ર ત્રણ મહિનામાં જ બંનેએ સગાઈ કરી લીધી હતી. બંનેનો સંબંધ લગ્નના સાત ફેરા ફરવા સુધી આગળ વધ્યો. 7 વર્ષના લગ્ન જીવનમાં જાડેજા અને રિવાબા એક દિકરીના માતા-પિતા છે. આમ સફળ દાંપત્ય જીવન આગળ વધ્યુ છે. અને સોમવારે બંનેના લગ્નની વર્ષગાંઠ હતી.
છેલ્લા કેટલાક વર્ષથી રિવાબા જાડેજા સામાજિક કાર્યો કરી રહ્યા છે. તેઓ હવે રાજનિતીમાં પણ પગ માંડ્યા છે અને શરુઆતે જ સફળતા મેળવી છે. જેમ જાડેજાએ ક્રિકેટની પિચ પર શરુઆતથી સફળતા મેળવી છે, એમ રિવાબાએ રાજનિતીની પિચ પર સફળ જમાવટ કરી છે. તેઓ જામનગરથી ધારાસભ્ય છે. વર્ષ 2022ની અંતમાં ગુજરાત વિધાનસભાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:20 pm, Mon, 17 April 23