IPL 2023: રવિચંદ્રન અશ્વિન પર આચાર સંહિતા ભંગની કાર્યવાહી, અંપાયરને નિયમ સમજાવવા જતા દંડ ફટકાર્યો

|

Apr 13, 2023 | 9:28 PM

રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન અંપાયરે બોલ બદલવાને લઈ નારાજગીના સૂર વ્યક્ત કર્યા હતા. અશ્વિનને કહ્યુ હતુ કે, બોલિંગ ટીમને આ અંગે જાણ કરવી જરુરી છે.

IPL 2023: રવિચંદ્રન અશ્વિન પર આચાર સંહિતા ભંગની કાર્યવાહી, અંપાયરને નિયમ સમજાવવા જતા દંડ ફટકાર્યો
Ashwin fined for breaching ipl code of conduct

Follow us on

IPL 2023 ની વધુ એક મેચ શાનદાર બુધવારે ચેપોકમાં રમાઈ હતી. અંતિમ ઓવરમાં 21 રનનો બચાવ કરતા રાજસ્થાન રોયલ્સે જીત મેળવી હતી. ચેપોક ચેન્નાઈ સુપર કિંગ્સનુ હોમગ્રાઉન્ડ છે, રાજસ્થાન રોયલ્સે ત્રણ રનથી ચેન્નાઈ સામે જીત મેળવી હતી. શ્રેષ્ઠ ફિનિશર એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજા આ બંને અંતિમ ઓવરમાં રમતમાં હતા. આ દરમિયાન રાજસ્થાન બોલર સંદિપ શર્માએ અંતિમ ઓવરમાં લક્ષ્ય બચાવી જીત અપાવી હતી. મેચ બાદ રવિશ્ચંદ્ર અશ્વિને મેચના અમ્પાયરો સામે સવાલો કરી દીધા હતા. અશ્વિને મીડિયા ને વાતચીતમાં અમ્પાયરોના બોલ બદલવાના નિર્ણયને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઈ હવે અશ્વિન પર આઈપીએલ આચારસંહિતતા ભંગ કર્યાનુ ગણાવી દંડ ફટકાર્યો છે.

દિગ્ગજ સ્પિનર અશ્વિને મીડિયા સાથેની વાતચીતમાં બતાવ્યું હતું કે, ચેપોકમાં મેચ દરમિયાન અમ્પાયરો એ જાતે જ નિર્ણય લઇ બોલ બદલી દીધો હતો, રાજસ્થાન રોયલ્સ ટીમ બોલિંગ દરમિયાન બોલ બદલવા ઈચ્છી રહ્યા નહોતા. આમ છતાં અમ્પાયરો એ સ્વ નિર્ણયથી બોલ બદલી દીધો હતો. અમ્પાયરોના આ પ્રકારના નિર્ણયથી અશ્વિન આશ્ચર્ય અનુભવ લાગ્યો હતો.

અશ્વિનને દંડ ફટકાર્યો

અશ્વિન બતાવ્યું હતું કે, જે પ્રમાણે અમ્પાયર હોય એ પોતાની સાથે વાતચીત કર્યા વિના જ બોલને બદલી દીધો હતો. એટલે કે અમ્પાયરો દ્વારા બોલ બદલી દેવાનો નિર્ણય જાતે જ કરી દેવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈ રાજસ્થાનને સ્પિનરે નારાજગીના સૂર વ્યક્ત કર્યા હતા. અશ્વિને કહ્યું હતું અમને ડ્યુના કારણે ભીના બોલ થી કોઈ સમસ્યા નહોતી, પરંતુ અમ્પાયરોએ કહ્યું હતું કે તેઓ આમ કરી શકે છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

જોકે હવે આ નિવેદન બાદ હવે આઈપીએલ દ્વારા નિયમ 2.7 મુજબ અશ્વિનને લેવલ 1 ના દોષ બદલ દંડ કરવામાં આવ્યો છે. અશ્વિને પોતાના દોષનો સ્વિકાર કર્યો હતો. આ માટે મેચ રેફરીએ નિર્ણય કર્યો હતો અને આ માટે દંડ કરવામાં આવ્યો હતો.

શુ છે નિયમ 2.7?

આઈપીએલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં દોષને લઈ અશ્વિનના વ્યવહારને લઈ ઉલ્લેખ નથી કરાયો. પરંતુ તેણે કરેલ આચાર સંહિતાના નિયમને દર્શાવ્યો છે. કોડ 2.7 સાર્વજનિક ટીકા, અથવા મેચ સાથે સંકળાયેલી ઘટના અથવા ખેલાડી, ટીમ અધિકારી, મેચ અધિકારી સાથે સંકળાયેલી ઘટનાના સંબંધમાં અયોગ્ય ટિપ્પણી સાથે સંબંધિત છે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Published On - 9:28 pm, Thu, 13 April 23

Next Article