IPL: બોલ વડે ધમાલ મચાવીને બેટરોને કરી દીધા પરેશાન, જાણો કયા કયા બોલરોને મળી છે પર્પલ કેપ

|

Mar 12, 2023 | 10:19 AM

IPL ની શરુઆત 2008 થી થઈ હતી. પ્રથમ સિઝનથી બોલરો માટે ગૌરવશાળી પર્પલ કેપને આપવામાં આવે છે. સૌ પ્રથમ પર્પલ કેપ પાકિસ્તાની ખેલાડી સોહેલ તનવીરે જીતી હતી.

IPL: બોલ વડે ધમાલ મચાવીને બેટરોને કરી દીધા પરેશાન, જાણો કયા કયા બોલરોને મળી છે પર્પલ કેપ
IPL Purple cap holder list for all season

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન શરુ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 10 ટીમો વચ્ચે ટ્રોફી માટે જંગ જામશે. ફેંસ રોમાંચક મેચોની ટૂર્નામેન્ટની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે અને જે આતુરતાનો અંત નજીકમાં છે. IPL માં બેટરોના ચોગ્ગા-છગ્ગાનો આનંદ લેવા સાથે બોલરો દ્વારા વિકેટ ઝડપવાની પળનો પણ જબરદસ્ત રોમાંચ હોય છે. કેટલાક બોલરો મેચને પલટતુ પ્રદર્શન કરે ત્યારે તેઓ મેચ દિલધડક બનાવી દેતા હોય છે. દરેક બોલર પોતાના માથા પર પર્પલ કેપ સજેલી જોવા ઈચ્છતો હોય છે. આ માટે તે પૂરો દમ મેચમાં વિકેટ ઝડપવા માટે લગાવતો હોય છે.

પર્પલ કેપ દરેક સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપનારા બોલરને આપવામાં આવતી હોય છે. સિઝનના અંતે સૌથી વધુ વિકેટ જેના ખાતામાં હોય છે, એ બોલર પર્પલ કેપ મેળવતો હોય છે. સિઝન દરમિયાન દરેક મેચ બાદ જે બોલરના ખાતામાં વધારે વિકેટ હોય છે, તેમને પર્પલ કેપ માથા પર સજાવવાનુ ગર્વ મળતુ હોય છે.

કઈ સિઝનમાં કયા બોલરને નામ થઈ પર્પલ કેપ

IPL ની શરુઆત 2008 થી થઈ હતી. પ્રથમ સિઝનથી બોલરો માટે ગૌરવશાળી પર્પલ કેપને આપવામાં આવે છે. સૌ પ્રથમ પર્પલ કેપ પાકિસ્તાની ખેલાડી સોહેલ તનવીરે જીતી હતી. ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર અને ડ્વેન બ્રાવો 2-2 વાર પર્પલ કેપ અત્યાર સુઝીમાં જીતી ચુક્યા છે. ગત સિઝન એટલે કે 2022માં પર્પલ કેપ યુઝવેન્દ્ર ચહલે મેળવી હતી. અહીં જાણો કઈ સિઝનમાં પર્પલ કેપ કોના માથા પર સજાવવામાં આવી હતી.

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
  • વર્ષ 2008: ઈન્ડિયન પ્રીમિયર લીગની આ પ્રથમ સિઝન હતી. આ સિઝનમાં પર્પલ કેપ રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડી સોહેલ તનવીરના માથા પર સજી હતી. સોહેલ પાકિસ્તાની ખેલાડી છે, જેણે સિઝનમાં 11 મેચ રમીને 22 વિકેટ ઝડપી હતી. તેનુ સિઝનમાં શાનદાર પ્રદર્શન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રહ્યુ હતુ. ચેન્નાઈની 6 વિકેટ તેણે 14 રન ગુમાવીને ઝડપી હતી.
  • વર્ષ 2009: આરપી સિંહ આ સિઝનમાં પર્પલ કેપ માથા પર સજાવવાનુ ગર્વ મેળવ્યુ હતુ. ડેક્કન ચાર્જસના ખેલાડી આરપી સિંહે 16 મેચમાં 23 વિકેટ ઝડપીને પર્પલ કેપ પોતાના માથા પર સજાવી હતી. ડેક્કન ચાર્જસ આ સિઝનની ટ્રોફી જીતી હતી.
  • વર્ષ 2010: પ્રજ્ઞાન ઓઝા આ સિઝનમાં પર્પલ કેપ જીતવામાં સફળ રહ્યા હતા. ઓઝાએ 16 મેચ રમીને 21 વિકેટ ઝડપી હતી. ઓઝા આરપી સિંહના સાથી ખેલાડી હતી.
  • વર્ષ 2011: આ સિઝનમાં શ્રીલંકન ખેલાડી લસિત મલિંગાએ બાજી મારી હતી. તેણે 16 મેચ રમીને 28 વિકેટ પોતાના નામે કરી પર્પલ કેપ પોતાને નામ કરી હતી. આમ અત્યાર સુધીમાં એક સિઝનમાં તેણે સૌથી વધારે વિકેટ ઝડપી હતી.
  • વર્ષ 2012: મોર્ને મોર્કેલએ આ સિઝનમાં 25 વિકેટ ઝડપી હતી. 16 મેચ રમીને મોર્કેલે સૌથી વધુ વિકેટ સિઝનમાં ઝડપીને પર્પલ કેપ મેળવી હતી. મોર્કલ દક્ષિણ આફ્રિકાનો બોલર હતો અને દિલ્હી કેપિટલ્સ ટીમનો હિસ્સો હતો.
  • વર્ષ 2013: ડ્વેન બ્રાવોએ આ સિઝનમાં કમાલ કરી દીધો હતો. તેણે અત્યાર સુધી એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર રહ્યો હતો. બ્રાવોએ 18 મેચ રમીને 32 વિકેટ ઝડપી હતી. બ્રાવોએ આ વિકેટ ઝડપીને પર્પલ કેપ જ નહીં પરંતુ રેકોર્ડ નોંધાવ્યો હતો.
  • વર્ષ 2014: મોહિત શર્માએ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી મોહિતે 16 મેચો રમીને 23 વિકેટ ઝડપી હતી. સતત બીજી સિઝનમાં ચેન્નાઈની ટીમનો બોલર પર્પલ કેપ જીતી ચુક્યો હતો.
  • વર્ષ 2015: 8મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર ડ્વેન બ્રાવોએ ફરી કમાલ કરતા પર્પલ કેપ મેળવી હતી. તે પ્રથમ બોલર હતો કે, ટૂર્નામેન્ટમાં બે વાર પર્પલ કેપ જીતી ચુક્યો હોય ચેન્નાઈએ 17 મેચ રમીને 26 વિકેટ આ સિઝનમાં ઝડપી હતી.
  • વર્ષ 2016: ભૂવનેશ્વર કુમારે આ સિઝનમાં પર્પલ કેપ પોતાના માથા પર સજાવી હતી. 17 મેચ રમીને ભારતીય સ્ટાર બોલરે 23 વિકેટ પોતાના નામે કરી લીધી હતી. ભૂવી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાંથી રમતા આ પર્પલ કેપ મેળવી હતી. આ સિઝન હૈદરાબાદની ટીમના નામે રહી હતી.
  • વર્ષ 2017: સતત બીજા વર્ષે ભૂવનેશ્વર કુમારે પર્પલ કેપ પોતાના માથા પર સજાવવાનુ ગર્વ જાળવી રાખ્યુ હતુ. સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમતા ભૂવનેશ્વરે 14 મેચમાં 26 વિકેટ ઝડપી હતી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બીજો એવો ખેલાડી હતો, જે આ કેપને બીજી વાર જીતી શક્યો હતો.
  • વર્ષ 2018: ઓસ્ટ્રેલિયાનો એન્ડ્ર્યુ ટાઈએ આ સિઝનમાં પર્પલ કેપ જીતી હતી. તેણે 14 મેચ રમીને 24 વિકેટ ઝડપી હતી. ટાઈની ટીમ પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી, છતાં તે ટીમનો ખેલાડી પર્પલ કેપ જીતી શકવામાં સફળ રહ્યો હતો.
  • વર્ષ 2019: ઇમરાન તાહિર આ સિઝનમાં પર્પલ કેપ પોતાને નામે કરવામાં સફળ રહ્યો હતો. તાહિર ધોનીની ટીમનો હિસ્સો રહેતા આ ગર્વ મેળવ્યુ હતુ. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી ઈમરાને 17 મેચ રમીને 26 વિકેટ પોતાને નામે કરી હતી.
  • વર્ષ 2020: કાગિસો રબાડાએ આ સિઝનમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ., તેણે 17 મેચમાં 30 વિકેટ ઝડપી હતી. દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં ફાઈનલ સુધીની સફર ખેડવામાં સફળ રહી હતી, જોકે ફાઈનલમાં રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી હતી.
  • વર્ષ 2021: ગુજરાતી બોલર હર્ષલ પટેલે આ સિઝનમાં કમાલ કરતા ડ્વેન બ્રાવોના રેકોર્ડની બરાબરી કરી હતી. આ સિઝનમાં હર્ષલને અનેક અવાર નવાર પર્પલ પટેલ તરીકે સાંભળવા મળતો હતો. હર્ષલે 15 મેચ રમીને 32 વિકેટ ઝડપીને પર્પલ કેપ મેળવી હતી. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો હિસ્સો રહેતા આ કેપ મેળવી હતી.
  • વર્ષ 2022: અંતિમ સિઝનમાં ગુજરાત ટાઈટન્સે ડેબ્યૂ સિઝનમાં જ ટાઈટલ જીત્યુ હતુ. જોકે પર્પલ કેપ રાજસ્થાન રોયલ્સના ખેલાડી યુઝવેન્દ્ર ચહલના માથા પર સજાવાઈ હતી. તેણે 17 મેચમાં 27 વિકેટ ઝડપી હતી.

Published On - 9:52 am, Sun, 12 March 23

Next Article