
IPL 2023 ની 12 મેચોની રમત થઈ ચુકી છે. હવે ટીમો પોઈન્ટ્સ એકઠા કરતા કરતા આગળ વધી રહી છે. રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ જેવી ટીમો પોઈન્ટ્સ ટેબલમાં ઉપરના ક્રમે રહી છે. આ ટીમનો જુસ્સો સિઝનમાં તેમની શરુઆતને સારી બનાવી રહી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ જેવી આઈપીએલની સૌથી સફળ ટીમ હજુ નિચેના ક્રમે જ છે. મુંબઈ શરુઆતની પોતાની બંને મેચોને હાર્યુ છે. બંને મેચોમાં બેટરોએ ખાસ દેખાવ કર્યો નથી.
મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી. જોકે આ દરમિયાન ચેન્નાઈએ 7 વિકેટ થી મુંબઈ સામે જીત મેળવી હતી. મુંબઈના વાનખેડેમાં રમાયેલી મેચમાં બેટરોનુ પ્રદર્શન ખાસ રહ્યુ નહોતુ. પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હાર મેળવી હતી. જ્યારે બીજી મેચમાં હવે ચેન્નાઈ સામે કંગાળ પ્રદર્શન વડે હાર મેળવી છે. હવે મંગળવારે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ટકરાશે. જ્યાં બંનેની હાલત કપરી હોઈ બંને જીત માટે મરણીયા બનશે.
સંજૂ સેમસનની આગેવાનીમાં રાજસ્થાનનુ પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યુ છે. દિલ્હી કેપિટલ્સને શનિવારે ગુવાહાટીમાં રાજસ્થાને 57 રનથી હાર આપી હતી. દિલ્હી કેપિટલ્સ પોતાની પ્રથમ જીત શોધી રહ્યુ છે, ત્યાં રાજસ્થાન સામે કંગાળ પ્રદર્શને ફરી હાર સહવી પડી છે. રાજસ્થાન રોયલ્સે શરુઆતની ત્રણમાંથી બે મેચમાં જીત મેળવીને નંબર 1 નુ સ્થાન મેળવ્યુ છે. રાજસ્થાનનો નેટ રનરેટ સારો છે અને જેને લઈ તેને ફાયદો થયો છે. લખનૌ અને રાજસ્થાન બંનેએ 3-3 મેચ રમીને 2 મેચ જીતી છે. લખનૌ બીજા ક્રમે છે.
ગુજરાત ટાઈટન્સ સિઝનમાં 2 મેચ રમી ચુક્યુ છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ટીમ શરુઆતની બંને મેચ જીતીને ત્રીજા સ્થાને છે. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની જીત ગુજરાતને નંબર 1 પર પહોંચાડી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ શનિવારની જીત બાદ ઉપરની તરફ આગળ વધી છે. 3 માંથી 2 મેચ જીતીને ધોની સેના હવે ટોપ-5 માં પ્રવેશ કરી ચુકી છે. જ્યારે પંજાબ કિંગ્સ પોતાની બંને મેચ જીતીને પાંચમાં ક્રમે સરક્યુ છે. કોલકાતા છઠ્ઠા ક્રમે છે. જ્યારે બેંગ્લોર 7માં અને મુંબઈ આઠમાં ક્રમે યથાવત છે.
| IPL 2023 પોઈન્ટ્સ ટેબલ | ||||||
| ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | NRR | PTS |
| 1 | RR | 3 | 2 | 1 | 2.067 | 4 |
| 2 | LSG | 3 | 2 | 1 | 1.358 | 4 |
| 3 | GT | 2 | 2 | 0 | 0.700 | 4 |
| 4 | CSK | 3 | 2 | 1 | 0.356 | 2 |
| 5 | PBKS | 2 | 2 | 0 | 0.333 | 4 |
| 6 | KKR | 2 | 1 | 1 | 2.056 | 2 |
| 7 | RCB | 2 | 1 | 1 | -1.256 | 2 |
| 8 | MI | 2 | 0 | 2 | -1.394 | 0 |
| 9 | DC | 3 | 0 | 3 | -2.092 | 0 |
| 10 | SRH | 2 | 0 | 2 | -2.867 | 0 |
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:22 am, Sun, 9 April 23