
IPL 2023 ની 46મી મેચ મોહાલીમાં રમાઈ રહી છે. બુધવારે ડબલ હેડર દિવસ હતો અને દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ પ્રથમ બોલિંગ કરીને રન ચેઝ કરવાનુ રોહિત શર્માએ પસંગ કર્યુ હતુ. ટોસ હારીને હોમગ્રાઉન્ડ પર રમતા પંજાબની શરુઆત ઠીક રહી હતી. પંજાબે ઓપનરની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. 20 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને પંજાબ કિંગ્સે 214 રનનો સ્કોર ખડક્યો હતો. લિવિંગ્સ્ટનને અડધી સદી નોંધાવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની નજર પ્લેઓફની રેસ છે. આ માટે પંજાબ કિંગ્સ સામે જીત મેળવવી મહત્વની છે. પંજાબ કિંગ્સ પણ મુંબઈ કરતા આગળ ચાલી રહ્યુ છે. જોકે પંજાબ સિઝનમાં પોતાની 10મી મેચ અને મુંબઈ ઈન્ડિયન્સ 9મી મેચ રમી રહ્યુ છે. પંજાબ 10 અને મુંબઈ 8 પોઈન્ટ્સ ધરાવે છે. આમ મુંબઈ માટે 2 પોઈન્ટ્સ મહત્વના છે.
ટોસ હારીને હોમગ્રાઉન્ડ મોહાલીમાં પંજાબ કિંગ્સ પ્રથમ બેટિંગ કરવા માટે ઉતર્યુ હતુ. શિખર ધવન અને પ્રભસિમરન સિંહે ઓપનર તરીકે રમતની શરુઆત કરી હતી. જોકે બીજી ઓવરમાં જ પંજાબ કિંગ્સને માત્ર 13 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ શિખર ધવન અને મેથ્યૂ શોર્ટે રમતને સંભાળી હતી. જોકે શિખર ધવન 62 રનના ટીમ સ્કોર પર વિકેટ ગુમાવી બેઠો હતો. ધવને 20 બોલનો સામનો કરીને 30 રન નોંધાવ્યા હતા. ધવને 5 ચોગ્ગા આ દરમિયાન ફટકાર્યા હતા. મેથ્યૂ શોર્ટ ત્રીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. શોર્ટે 27 રન 26 બોલનો સામનો કરીને 1 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી ફટકાર્યા હતા.
લિયામ લિવિંગસ્ટને શાનદાર અડધી સદી નોંધાવી હતી. તેણે ટીમના સ્કોરને પડકાર માટે મહત્વની જવાબદારી નિભાવી હતી. તેની સાથે જિતેશ શર્માએ સારો સાથ પૂરાવ્યો હતો. બંનેએ સમયે સમયે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને સ્કોર બોર્ડ આગળ વધાર્યુ હતુ. લિવિંગસ્ટને 42 બોલનો સામનો કરીને અણનમ 82 રનની ઈનીગ રમી હતી. લિયામે 4 છગ્ગા અને 7 ચોગ્ગા નોંધાવ્યા હતા. જીતેશ શર્માએ 27 બોલમાં 49 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:17 pm, Wed, 3 May 23