IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં મોટા ફેરફારો, આ ખેલાડીઓએ લગાવી શાનદાર છલાંગ

|

May 08, 2023 | 11:37 AM

IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં સુપર સન્ડે પછી ઘણા ફેરફારો જોવા મળ્યા. જ્યારે બટલર અને ગીલે બેટથી ધૂમ મચાવી હતી, ત્યારે શમી, રાશિદ, મોહિત અને ચહલે બોલિંગમાં સ્થાન જમાવ્યું છે.

IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં મોટા ફેરફારો, આ ખેલાડીઓએ લગાવી શાનદાર છલાંગ

Follow us on

IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં સુપર સન્ડે પછી ઘણા ફેરફારો જોવા મળ્યા. જ્યારે રાજસ્થાન રોયલ્સના જોસ બટલર અને ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલએ બેટ સાથે શાનદાર રમત રમી હતી, જ્યારે મોહમ્મદ શમી સાથે રાશિદ ખાન, મોહિત શર્મા અને યુઝવેન્દ્ર ચહલે બોલિંગમાં સ્થાન જમાવ્યું હતુ. જ્યારે ઓરેન્જ કેપ હજુ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીના માથા પર શોભે છે, ત્યારે પર્પલ કેપ તુષાર દેશપાંડે પાસેથી મોહમ્મદ શમીએ લઈ લીધી છે. શમી 19 વિકેટ સાથે સૌથી આગળ છે. આ સાથે જ ડુપ્લેસીના નામે 511 રન છે.

 

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

સૌથી પહેલા આઈપીએલ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ. યશસ્વી જયસ્વાલ પાસે રવિવારે રાત્રે ઓરેન્જ કેપ મેળવવાની મોટી તક હતી, પરંતુ ઝડપી રન બનાવવાના પ્રયાસમાં 35ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. રાજસ્થાન રોયલ્સનો ઓપનર 477 રન સાથે બીજા સ્થાને છે, જે ડુપ્લેસીથી માત્ર 34 રન પાછળ છે. જોસ બટલર પણ SRH સામે રંગમાં દેખાયો, તેણે 95 રનની શાનદાર ઇનિંગ સાથે ટુર્નામેન્ટમાં પુનરાગમન કર્યું. છેલ્લી કેટલીક મેચોમાં બટલરનું બેટ શાંત રહ્યું હતું. તે હવે 392 રન સાથે છઠ્ઠા સ્થાને છે.

દિવસની પ્રથમ મેચમાં, શુભમન ગિલ લખનૌ સુપરજાયન્ટ્સ સામે 94 રન બનાવીને તેની સદી ચૂકી ગયો. ગિલ હવે 469 રન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

  • ફાફ ડુપ્લેસી – 511
  • યશસ્વી જયસ્વાલ – 477
  • શુભમન ગિલ – 469
  • ડેવોન કોનવે – 458
  • વિરાટ કોહલી – 419

સિઝન-16માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો પર નજર કરીએ તો, મોહમ્મદ શમી અને રાશિદ ખાનની જોડીએ લખનૌ સામે 1-1 વિકેટ લઈને ફરી ટોપ-2માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. બંને બોલરોના નામે હવે 19-19 વિકેટ થઈ ગઈ છે. સારા ઇકોનોમી રેટના કારણે આ બે જીટી બોલર તુષાર દેશપાંડે કરતા પણ આગળ નીકળી ગયા છે.

આ પણ વાંચો : Virat Kohli vs Gautam Gambhir: કોહલી-ગંભીરની ટક્કર હજુ પૂર્ણ થઈ નથી, અફઘાનના ખેલાડીએ આગમાં ઘી ઉમેર્યું

બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલ અને ગુજરાત ટાઇટન્સના મોહિદ શર્માએ પોતપોતાની મેચોમાં 4-4 વિકેટ લઈને જમ્પ કર્યો છે. ચહલ 17 વિકેટ સાથે ટોપ-5માં પહોંચી ગયો છે. જ્યારે મોહિત શર્મા 12 વિકેટ સાથે 11મા સ્થાને છે.

  • મોહમ્મદ શમી – 19 વિકેટ
  • રાશિદ ખાન – 19 વિકેટ
  • તુષાર દેશપાંડે – 19 વિકેટ
  • પિયુષ ચાવલા – 17 વિકેટ
  • યુજવેન્દ્ર ચહલ – 17 વિકેટ

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article