IPL 2023: આ પાંચ નિયમોથી વધી જશે રોમાંચ, ગુજરાત ટાઈટન્સની મેચ સાથે જ અમલમાં આવશે ફેરફાર

|

Mar 23, 2023 | 11:11 PM

IPl 2023 ની શરુઆત આગામી સપ્તાહે 31 માર્ચથી થનારી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ભલે તેના મૂળ અંદાજમાં રહેશે, પરંતુ કંઈક નવુ થવાનો પ્રયોગ અને કેટલાક નિયમો પણ નવા ટૂર્નામેન્ટમાં આગામી સિઝનથી જોવા મળશે. જેનાથી મેચનો રોમાંચ વધારે જબરદસ્ત થશે.

IPL 2023: આ પાંચ નિયમોથી વધી જશે રોમાંચ, ગુજરાત ટાઈટન્સની મેચ સાથે જ અમલમાં આવશે ફેરફાર
IPL 2023 New rules in Gujarati

Follow us on

IPL 2023 ની શરુઆત આગામી સપ્તાહે શુક્રવારથી થવા જઈ રહી છે. એટલે કે આગામી 31 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટ હવે પોતાના મૂળ અંદાજમાં જોવા મળશે. કોરોના કાળ બાદ હવે જૂના અંદાજ મુજબ હોમ અવે ફોર્મેટમાં ટૂર્નામેન્ટ પરત ફરી છે. કોરોના કાળની શરુઆતથી ટૂર્નામેન્ટમાં કેટલાક મોટા ફેરફાર સર્જાયા હતા, જેના બદલે હવે 2020 પહેલા જેવી સ્થિતી ફરીથી જોવા મળશે. ટીમો હવે પોતાના હોમ ગ્રાઉન્ડ અને અન્ય ટીમોના ગ્રાઉન્ડમાં રમતી જોવા મળશે.

આ સાથે જ આ સિઝનમાં કેટલાક નિયમોમાં ફેરફાર જોવા મળશે. જે આઈપીએલની મેચોના રોમાંચમાં વધારો કરશે. આ નિયમો આગામી સિઝનની પ્રથમ મેચ સાથે જ લાગુ કરવામાં આવશે. પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી છે. અમદાવાદમાં રમાનારી આ મેચમાં હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી બંને ટીમો એક બીજાને ટક્કર આપશે. આ મેચ સાથે રોમાંચક ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે.

આ પાંચ નવા નિયમો થશ લાગુ

  1. પ્લેઈંગ ઈલેવનઃ સૌથી મોટો ફેરફાર પ્લેઈંગ ઈલેવનને લઈ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે ટોસ પહેલા નહીં પરંતુ ટોસ બાદ પ્લેઈંગ ઈલેવન કેપ્ટન દ્વારા એલાન કરવામાં આવશે. આ પહેલા ટોસ પહેલા જ અંતિમ ઈલેવનની યાદી સોંપવામાં આવતી હતી. હવે ટોસ બાદ કેપ્ટન પોતાની પ્લેઈંગ ઈલેવન એલાન કરતી વખતે ટોસના પરિણામ આઘારે યાદી જાહેર કરી શકે છે. આ માટે અંતિમ ઈલેવનની બે યાદી કેપ્ટન પોતાની પાસે ટોસ સમયે રાખશે. આમ હવે ટોસ જીતવા સાથે ફાયદો લેવાની ટીમને હવે વધારે ફાયદો નહીં મળી શકે.
  2. ઈમ્પેક્ટ પ્લેયરઃ ટોસ સમયે ટીમનો સુકાની પોતાની અંતિમ ઈલેવનમાં 4 ખેલાડીઓને સબ્સ્ટીટ્યૂટના રુપમાં સામેલ કરી શકશે. આ ખેલાડીઓનો ઉપયોગ ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં કરી શકાશે. જેને ઈનીંગની શરુઆત અથવા અંતમાં કરી શકાશે. આ સિવાય કોઈ વિકેટ ગુમાવવાની સ્થિતીમાં પણ આ સબ્સ્ટીટ્યૂટ કરી શકાશે. જોકે જે ખેલાડી એક વાર સબ્સીટ્યૂટ થઈને મેદાનથી બહાર થયો તેણે પૂરી મેચમાં બહાર રહેવુ પડશે. કોઈ પણ સંજોગોમાં બેટિંગ કુલ મળીને 11 ખેલાડીઓ જ કરી શકશે.
  3. DRS નો ઉપયોગ વધ્યો: હવે રિવ્યૂ માત્ર વિકેટ જ નહીં પરંતુ નો બોલ અને વાઈડ બોલ માટે પણ લેવામાં આવી શકે છે. WPL માં પ્રથમ વાર આ નિયમ લાગુ કર્યા બાદ હવે IPL માં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે. BCCI નો હેતુ આમ કરવા પાછળ અંપાયરોની ભૂલને ઘટાડવા માટેનો છે.
  4. ઓવર પૂરી કરવા આગ્રહઃ બોલિંગ ટીમ દ્વારા નિર્ધારીત સમયમર્યાદામાં ઓવર પૂરી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. આમ છતાં પણ ટીમ વધુ સમય લે છે અને નિર્ધારીત સમય પૂર્ણ થાય છે તો, બાકીની ઓવર્સ દરમિયાન 30 ગજના સર્કલની બહાર 4 ફિલ્ડરોને જ રાખી શકાશે.
  5. ફિલ્ડર-વિકેટકીપરની મૂવમેન્ટ પર નિયમઃ મેચ દરમિયાન ફિલ્ડર કે વિકેટકીપર બીનજરુરી રીતે મૂવમેન્ટ કરતા નજર આવશે તો, તે અયોગ્ય ગણીને તેના માટે બેટિંગ ટીમના ખાતામાં 5 રન ઈનામના રુપે ઉમેરવામાં આવશે. આ બોલને ડેડ બોલ પણ ગણવામાં આવશે.

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

Next Article