1000th Match of IPL: ભારતની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટની 1000મી મેચનું કાઉન્ટડાઉન શરુ, વાનખેડે સ્ટેડિયમમાં ઊજવણીની તૈયારી શરુ

MI vs RR IPL 2023: આજે સાંજે 7.30 કલાકે આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ રમાશે. મુંબઈના વિશ્વ પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં આ 1000મી મેચ રમાવા જઈ રહી છે. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. 

1000th Match of IPL: ભારતની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટની 1000મી મેચનું કાઉન્ટડાઉન શરુ, વાનખેડે સ્ટેડિયમમાં ઊજવણીની તૈયારી શરુ
IPL 1000 match
| Edited By: | Updated on: Apr 30, 2023 | 5:47 PM

આઈપીએલ ટુર્નામેન્ટ માટે આજે એક ખાસ દિવસ છે. આજે 30 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ ઈતિહાસની 999મી મેચ રમાઈ અને આજે સાંજે 7.30 કલાકે આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ રમાશે. મુંબઈના વિશ્વ પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં આ 1000મી મેચ રમાવા જઈ રહી છે. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે.

છેલ્લા 15 વર્ષમાં 16 સિઝનથી ભારત સહિત વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલની રોમાંચક મેચોનો આનંદ લઈ રહ્યા છે. આઈપીએલ ઈતિહાસમાં ઘણા રેકોર્ડ બન્યા છે અને ઘણા રેકોર્ડ તૂટયા છે. ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે, આઈપીએલમાં પણ એવી ઘણી મેચો જોવા મળી છે જેમાં અશક્ય વાતો શક્ય બની છે. આવનારા વર્ષોમાં પણ આઈપીએલમાં નવા નવા ખેલાડીઓ આવશે અને ભારતની સૌથી મોટી ટુર્નામેન્ટને વધારે રોમાંચક બનાવશે.

વાનખેડેમાં 1000મી મેચ માટે ખાસ તૈયારી

આઈપીએલની 1000મી મેચ પહેલા ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા 1000મી મેચને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવ્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા લગભગ 15 મિનિટનો કાર્યક્રમ યોજાશે. જેની તૈયારીની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આઈપીએલ ઈતિહાસની ખાસ મેચની રસપ્રદ વાતો

  • આઈપીએલની પ્રથમ મેચ 18 એપ્રિલ, 2008માં રમાઈ હતી.
  • પ્રથમ મેચમાં બેંગ્લુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી.
  • કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ 140 રનથી મેચ જીતી હતી.
  • આઈપીએલની 100મી મેચ પણ બેંગ્લોર અને કોલકત્તા વચ્ચે રમાઈ હતી.
  • દક્ષિણ આફ્રિકામાં રમાયેલી આ મેચમાં બેંગ્લોરની ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી.
  • આઈપીએલની 500મી મેચ દિલ્હી ડેયરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી.
  • મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીની ટીમે 14 રનથી જીત મેળવી હતી.
  • આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રમાશે.

મુંબઈના કેપ્ટન રોહિત શર્મા માટે આજની મેચ ખાસ

 

 

30 એપ્રિલ 1987, રોહિત શર્માનો જન્મ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. આજે રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાંનો એક છે. એટલા માટે દર વર્ષે 30 એપ્રિલનો આ દિવસ ભારતીય ચાહકો માટે ખાસ છે. આજે પણ એ જ તારીખ છે અને રોહિત 36 વર્ષનો થઈ ગયો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સમાં 10 વર્ષ પણ પૂરા કર્યા છે. તેણે આ 10 વર્ષમાં કેપ્ટન તરીકે 5 વાર મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવી છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…