IPL 2023 ની શરુઆત ક્યારે થશે? BCCIના અધિકારીએ આપ્યુ અપડેટ-આ તારીખે શરુ થશે ટૂર્નામેન્ટ!

|

Jan 26, 2023 | 10:59 AM

IPL 2023 ને લઈ તૈયારીઓ શરુ થઈ ચુકી છે. આગામી સિઝન આડે હવે લાંબો સમય રહ્યો નથી અને આ માટે હવે કાર્યક્રમને લઈ અંતિમ સ્વરુપ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

IPL 2023 ની શરુઆત ક્યારે થશે? BCCIના અધિકારીએ આપ્યુ અપડેટ-આ તારીખે શરુ થશે ટૂર્નામેન્ટ!
IPL 2023 may start from 1 April

Follow us on

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગની 16મી સિઝન શરુ થવામાં હવે લાંબો સમય બાકી રહ્યો નથી. 2023ના વર્ષની શરુઆતનો પ્રથમ માસ પૂર્ણ થવાને આરે છે, આમ હવે સિઝનને આડે માત્ર 2 મહિનાની આસપાસનો સમય જ રહેવાનો બાકી રહ્યો છે. IPL 2023 ના શેડ્યૂલને લઈને હાલમાં તૈયારીઓ થઈ રહી છે. સાથે જ મહિલા પ્રીમિયર લીગ પણ આ પહેલા આયોજીત થનારી છે. આમ હવે BCCI દ્વારા શેડ્યૂલ અને સ્થળ પસંદગીની કાર્યવાહી પૂરજોશથી કરવામાં આવી રહી છે. આ દરમિયાન બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ IPLની આગામી સિઝન શરુ થવાને લઈ તારીખને લઈ અપડેટ આપી છે.

મીડિયા રિપોર્ટનુસાર અધિકારીએ સિઝનની ફાઈનલ મેચની તારીખની પણ જાણકારી આપી છે. આમ આઈપીએલ શરુ થવાનો અને તેને માણવાનો રોમાંચની આતુરતાનો અંત ક્યારે આવશે તેને લઈ મોટુ અપડેટ સામે આવ્યુ છે. તો વળી 60 દિવસથી ઓછા દિવસમાં જ સિઝન સમાપ્ત કરી દેવામાં આવી શકે છે.

એપ્રિલ અને મે મહિનામાં આયોજન

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આઈપીએલને લઈ તૈયારીઓ કરાઈ રહી છે. ખાસ કરીને હાલમાં શેડ્યૂલ અને વેન્યૂને લઈ તૈયારીઓ કરાઈ રહી છે. આગામી એપ્રિલ અને મે મહિના દરમિયાન એટલે કે બે મહિના ટી20 ક્રિકેટની લીગનો રોમાંચ ચાલશે. આઈપીએલની 16મી સિઝનની શરુઆત એપ્રિલની 1લી તારીખે થઈ શકે છે. જ્યારે ફાઈનલ મેચ 28 મે રવિવારે રમાઈ શકે છે. આ સમય ગાળો પસંદ કરવા પાછળ સિઝનની આગળ અને પાછળના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ખાસ કરીને જૂન માસની શરુઆતમાં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. જેને ધ્યાને રાખીને સિઝન અને ફાઈનલ વચ્ચે પૂરતો સમય ગાળો રહે એ પ્રમાણેની તારીખ નક્કી થઈ રહી છે. જેને લઈ મે માસના અંતિમ રવિવાર પર પસંદગી ઉતરી રહી છે.

બોર્ડના વરિષ્ઠ અધિકારીએ આપ્યુ અપડેટ

મીડિયા રિપોર્ટ્સ મુજબ તારીખો અંગેની જાણકારી બોર્ડના વરિષ્ઠ અધિકારીએ આપી છે. તેઓએ કહ્યુ હતુ કે, અમે આઈપીએલ 2023ના કાર્યક્રમ માટે ચર્ચાઓના અંતિમ ચરણમાં છીએ. આ આગામી મહિનાની શરુઆતમાં જાહેર થઈ શકે છે. મહિલા આઈપીએલ ની ટીમો નક્કી થવા બાદ આઈપીએલની સામાન્ય બેઠક થશે. જેના બાદ અમે લિસ્ટને અંતિમ રુપ આપીશું. હાલમાં આઈપીએલ ને મે મહિનાના અંત સુધીમાં પુરી કરી લેવાનો વિચાર છે. કારણ કે ત્યાર બાદ જૂનના બીજા સપ્તાહમાં ડબલ્યુટીસી ફાઈનલ થવાની છે. આ 1 એપ્રિલથી શરુ થવુ જોઈએ. હાલમાં આજ વિચાર થઈ રહ્યો છે.

રીપોર્ટ મુજબ અધિકારીએ બતાવ્યુ હતુ કે, આ વખતે સિઝનનો કાર્યક્રમ ટૂંકો થઈ શકે છે. પહેલા 74 દિવસના વિન્ડોમાં સિઝનના આયોજનનો વિચાર હતો. પરંતુ હવે સિઝન માત્ર 58 દિવસની રહેશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અંતિમ શેડ્યૂલ જારી કરવામાં આવશે.

Published On - 10:47 am, Thu, 26 January 23

Next Article