
IPL 2023ની 43મી મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. બેંગ્લોરની રમત ધીમી રહી હતી અને લખનૌની પિચ પર બોલર્સ સામે મોટા શોટ રમવામાં જાણે મુશ્કેલી અનુભવાઈ રહી હતી. પ્રથમ દશ ઓવરમાં બેંગ્લોરે માત્ર 4 ચોગ્ગા અને 1 છગ્ગો જ ફટકાર્યો હતો.
પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે બેંગ્લોરને માટે સોમવારે જીત જરુરી છે. આવામાં પુરો દમ બતાવવો જરુરી છે, પરંતુ બેંગ્લોરના બેટરોએ ધીમી રમત રમી હતી. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સ હોમ ગ્રાઉન્ડ્સ પર પુરો દમ બોલિંગ દરમિયાન બતાવતી જોવા મળી રહી હતી.
બેંગ્લોરની ઓપનર જોડી વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે શરુઆત સારી કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઉન્ડરી જરુર મુજબ આવી રહી નહોતી. ઓપનર જોડીએ બેંગ્લોર માટે 62 રન પ્રથમ વિકેટના ભાગીદારીના રુપમાં જોડ્યા હતા. વિરાટ કોહલી પ્રથમ વિકેટના રુપમાં પરત ફર્યો હતો. કોહલીએ 30 બોલનો સામનો કરીને 31 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીની રવિ બિશ્નોઈએ સ્ટંપિંગ કરાવીને પરત મોકલ્યો હતો. અનુજ રાવત ત્રીજા ક્રમે આવ્યો હતો. રાવતે માત્ર 9 જ રન નોંધાવ્યા હતા અને તે કૃષ્ણપ્પા ગૌતમની જાળમાં ફસાયો હતો. કૃષ્ણપ્પાએ તેનો કેચ મેયર્સના હાથમાં કરાવ્યો હતો.
ગ્લેન મેક્સવેલ આજે મોટી ઈનીંગ રમી શક્ચો નહોતો. મેક્સીને રવિ બિશ્નોઈએ પોતાનો શિકાર બનાવ્યો હતો. બિશ્નોઈએ વિરાટ કોહલી બાદ મેક્સીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ગ્લેન મેક્સવેલ માત્ર 4 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. આમ બેંગ્લોરે 80 રનના સ્કોર સુધીમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્કોર સુધીમાં માત્ર 4 બાઉન્ડરી અને 1 છગ્ગો બેંગ્લોરના ખાતામાં આવ્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:41 pm, Mon, 1 May 23