ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 21 મી મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. IPl 2023 ની ઈકાનામાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખ ધવન ઈજાને લઈ બહાર હોઈ સેમ કરન ટીમનુ સુકાન સંભાળી રહ્યો છે. કરને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરી હતી. ઈકાનામાં લખનૌની ટીમને માટે રન નિકાળવા મુશ્કેલ બન્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે અડધી સદી નોંધાવી હતી. લખનૌએ 159 રનનો સ્કોર 8 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સિઝનમાં પોતાની 5મી મેચ રમી રહી છે. સિઝનમાં લખનૌએ 4 માંથી અગાઉ 3 મેચો જીતી છે. પંજાબ કિંગ્સ પણ પોતાના પોઈન્ટ્સને વધારવા માટે જીત મેળવવાના ઈરાદે ટક્કર આપી રહ્યુ છે. પંજાબે અંતિમ બંને મેચ ગુમાવી છે હવે ફરી જીતના પાટે ગાડી ચડાવવા બોલિંગ ઈનીંગમાં લખનૌના બેટરો પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કર્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સની શરુઆત સારી હતી. પરંતુ એ શરુઆતને રનમાં બદલતા આગળ વધી શકાયુ નહોતુ. લખનૌની ઓપનીગ જોડીની ભાગીદારી અડધી સદી નોંધાવી હતી. કેએલ રાહુલ અને કાઈલ મેયર્સની જોડીએ 53 રન ટીમના સ્કોર બોર્ડમાં જોડ્યા હતા. જોકે મેયર્સ પ્રથમ વિકેટના રુપમાં પરત ફર્યો હતો. મેયર્સે 23 બોલનો સામનો કરીને 29 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. તે 8મી ઓવરમાં હરપ્રીત બ્રારનો શિકાર થયો હતો. ત્યાર બાદ આગળની ઓવરમાં દીપક હુડ્ડા માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યાએ 18 બોલનુ યોગદાન ટીમને 17 બોલનો સામનો કરીને આપ્યુ હતુ. નિકોલસ પૂરન ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.
લખનૌના સુકાની કેએલ રાહુલે એકલા હાથે ટીમના સ્કોર બોર્ડને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. તેણે અડધી સદી નોંધાવી હતી. રાહુલે 56 બોલનો સામનો કરીને 74 રન નોંધાવ્યા હતા. રાહુલને અર્શદીપ સિંહે પોતાનો શિકાર બનાવ્યો હતો. જોકે મેયર્સે સારો સાથ પૂરાવ્યા બાદ કૃણાલ પંડ્યાએ પ્રયાસ કર્યો હતો, પરંતુ એ કાગિસો રબાડાનો શિકાર થતા પરત ફર્યો હતો. માર્કસ સ્ટોઈનીસે 11 બોલમાં 15 રન નોંધાવ્યા હતા. સ્ટોઈનીસે 2 છગ્ગા આ દરમિયાન ફટકાર્યા હતા. સ્ટોઈનીસ પાંચમી વિકેટના રુપમાં પરત ફર્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:26 pm, Sat, 15 April 23