
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે બુધવારે ટક્કર થનારી છે. IPL 2023 ની આ 45 મી મેચ રમાઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઈજા ગ્રસ્ત છે અને તે બુધવારે ચેન્નાઈ સામેની મેચથી બહાર આરામ પર રહેશે. અંતિમ મેચમાં જ લખનૌનો સુકાની પરેશાન હતો અને તે અંતિમ વિકેટના રુપમાં મેદાનમાં બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં કેએલ રાહુલની ગેરહાજરીમાં લખનૌનુ સુકાન ગુજ્જુ ખેલાડી કૃણાલ પંડ્યા ટીમનુ સુકાન સંભાળશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ કેપ્ટન કેએલ રાહુલની ઈજા ગંભીર હોવાનુ જણાઈ રહ્યુ છે. તેનુ સિઝનમાં આગળ રમવુ મુશ્કેલ બની શકે છે અને તે અંગે અપડેટની રાહ જોવાઈ રહી છે. રાહુલના રમવા અંગે નિર્ણય BCCI લેશે અને આ માટે NCA ની મેડિકલ ટીમ રિપોર્ટ કરશે.
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના સુકાની કેએલ રાહુલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની અંતિમ મેચમાં ઈજા પહોંચી હતી. લખૌમાં જ રમાયેલી મેચ દરમિયાન રાહુલને બાઉન્ડરી પાસે બોલનો પિછો કરવા દરમિયાન ઈજા થઈ હતી. રાહુલ મેચમાં પરેશાન જણાતો હતો અને જેને લઈ તે મેદાનથી બહાર રહ્યો હતો અને બેટિંગ કરવા માટે અંતિમ ક્રમે મેદાનમાં આવ્યો હતો.
બેંગ્લોર સામેની એ મેચમાં રાહુલના મેદાન બહાર રહેવાની સ્થિતીમાં કૃણાલ પંડ્યાએ સુકાન સંભાળ્યુ હતુ. આમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં કૃણાલ જ ટીમનુ સુકાન સંભાળશે. બેંગ્લોર સામેની મેચમાં જ્યારે રાહુલ મેદાન બહાર હતો ત્યારે તેણે સુકાન સંભાળ્યુ હતુ. હવે ધોની સેના સામે પંડ્યા હવે કેપ્ટન તરીકે એક્શનમાં જોવા મળી શકે છે.
Aaiye. Khelte hain. 💙💛 pic.twitter.com/Nrlp8UYQ4P
— Lucknow Super Giants (@LucknowIPL) May 3, 2023
રાહુલ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટેની ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો છે. જેને લઈ તેના માટે હવે BCCI ની ચિંતા પણ વધી ચુકી છે. જોકે આઈપીએલમાં આગળ રમશે કે કેમ એ હજુ સ્પષ્ટ નથી. ભારતીય બોર્ડ તેના આગળ રમવા સહિતના નિર્ણયને લઈ ચિંતામાં લાગી છે. આ માટે નેશનલ ક્રિકેટ એકડમીની મેડિકલ ટીમ દ્વારા કેએલ રાહુલને લઈ બોર્ડને અભિપ્રાય આપશ અને તેને લઈ લખનૌ સુપર જાયન્ટ્સ અને બોર્ડ બંને નિર્ણય કરશે.
મીડિયા રિપોર્ટનુસાર કેએલ રાહુલ હાલમાં પિડા અને સોજો અનુભવી રહ્યો છે. જેને લઈ મેડિકલ ટીમ તેને સ્કેન કરશે અને ત્યાર બાદ તેની ઈજાને લઈ સ્પષ્ટ કરશે. પરંતુ હાલમાં ચિંતાના વાદળો જોતા બુધવારે જ નહીં પરંતુ સિઝનની આગામી મેચમાં પણ રાહુલનુ ઉપલબ્ધ રહેવુ મુશ્કેલ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:19 am, Wed, 3 May 23