IPL 2023 થી લાગુ કરાનાર ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમમાં BCCI એ લગાવી દીધી ખાસ શરત, જાણો શુ છે મામલો

|

Dec 09, 2022 | 9:30 AM

IPL 2023 થી 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ લાગુ થઈ રહ્યો છે. જેના વડે ચાલુ મેચ દરમિયાન જ ટીમ પોતાની જરુરિયાત મુજબ એક ખેલાડીને રમતમાં બદલી શકશે. પરંતુ હવે આ નિયમમાં એક શરત BCCI દ્વારા મુકવામાં આવી છે.

IPL 2023 થી લાગુ કરાનાર ઈમ્પેક્ટ પ્લેયર નિયમમાં BCCI એ લગાવી દીધી ખાસ શરત, જાણો શુ છે મામલો
Impact Player નીયમમાં રખાઈ મહત્વની શરત

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ ની આગામી સિઝનને લઈ તૈયારીઓ શરુ થઈ ચુકી છે. હવે મીની ઓક્શન પણ થનારુ છે અને આ માટે ખેલાડીઓના રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન આગામી સિઝનમાં ફુટબોલની રમતની માફક એક મહત્વનો નિયમનો ઉપયોગ થશે. આ માટે અગાઉ થી જ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ. આ નિયમ એટલે કે ઈમ્પેક્ટ પ્લેયર. આ નિયમના ઉપયોગ વડે ટીમની જરુરિયાચ મુજબ કોઈ પણ એક ખેલાડીને મેચ ચાલુ હોવા દરમિયાન જ બદલી શકાશે. પરંતુ હવે બીસીસીઆઈ આ નિયમમાં એક શરત રાખી રહ્યુ છે. જે શરત હવે ટીમો માટે થોડી નિયમને જાહેર કરતા વેળાની છવાયેલી ખુશીઓમાં થોડો ઘટાડો કરી શકે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમના ઉપયોગની શરુઆત ઘરેલુ ક્રિકેટમાં અજમાવ્યો હતો. ત્યાર બાદ થોડાક સમય બાદ આ નિયમને હવે આઈપીએલમાં પણ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા ઘરેલુ ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં આ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળ્યા બાદ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે બોર્ડ દ્વારા એમાં એક શરત રાખવામાં આવી રહી છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

વિદેશી ખેલાડીને સબ્સ્ટીટ્યૂટ નહી કરી શકાય

નિયમમાં હવે શરત મુકવામાં આવી છે જે આમ તો આપીએલ ની ટીમનો માટે ખુશીઓમાં અંકુશ મુકી દેશે. આ પહેલા જ્યારે નિયમને જાહેર કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક જ ટીમનો ખુશી સમાતી નહીં હોય. કારણ કે એક વધારાનો બોલર અથવા બેટ્સમેનને તક આપનારો આ નિયમ રમતને ખૂબ જ રોમાંચક બનાવનાર છે. મીડિયા અહેવાલ મુજબ બીસીસીઆઈએ માત્ર ભારતીય ખેલાડીઓ પર ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવાની જોગવાઈ કરી છે. એટલે કે આ નિયમનો ઉપયોગ વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં લાવવા માટે થઈ શકે નહીં.

બોર્ડ દ્વારા ટીમોને અપાઈ જાણકારી

જો કે બોર્ડે હજુ સુધી નિયમની સ્પષ્ટતા અને તેના ઉપયોગની શરતોની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડે ફ્રેન્ચાઇઝીઓને કહ્યું છે કે પ્લેઇંગ 11ને બદલે પ્લેઇંગ 12માં જણાવવું પડશે. શરૂઆત. ખેલાડી ભારતીય હોવો જોઈએ. એટલે કે વિદેશી ખેલાડીની જગ્યાએ વિદેશી ખેલાડીને બોલાવી શકાય નહીં અને ભારતીય ખેલાડીની જગ્યાએ વિદેશી ખેલાડીને સામેલ કરી શકાય નહીં.

જો કે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ટીમ પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 3 વિદેશી ખેલાડીઓને રાખે છે, તો તે 12મા ખેલાડીને વિદેશી ખેલાડી તરીકે બદલી શકાય છે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. જોકે એમ મનાય છે. કે પ્લેઈંગ ઈલેવનમાં 3 વિદેશી ખેલાડી રાખવાનો નિયમ જળવાઈ રહે એટલા માટે આ શરત રાખી હોઈ શકે છે.

 

Published On - 9:15 am, Fri, 9 December 22

Next Article