અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2023ની 44મી મેચ રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચ જોવા માટે ઘણા ઓછા દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી. માત્ર 5 ઓવરમાં દિલ્હીની ટીમની 23 રનના સ્કોર પર 5 વિકેટ પડી હતી. મોહમ્મદ શમીએ આજે શાનદાર બોલિંગ કરી હતી.
દિલ્હી કેપિટલ્સમાંથી એક માત્ર અમન ખાને ફિફટી ફટકારી હતી. રિપલ પટેલ, અમન ખાન અને અક્ષર પટેલની બેટિંગની મદદથી દિલ્હી કેપટિલ્સની ટીમ 100 રની ઉપરનો ટાર્ગેટ આપી શકી હતી. અમન ખાને 2 ખેલાડીઓ અક્ષર પટેલ અને રિપલ પટેલ સાથે 50-50 રનની પાર્ટનરશિપ કરી હતી.20 ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સની ટીમે 8 વિકેટના નુકશાન સાથે 130 રન બનાવ્યા હતા.
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ લીધી હતી. મોહિત શર્માએ 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી.
દિલ્હી તરફથી પ્રથમ ઈનિંગમાં શોલ્ટે 0 રન, ડેવિડ વોર્નરે 2 રન, પ્રિયમ ગર્ગે 10 રન, રાઉસલે 8 રન, મનિષ પાંડેએ 1 રન, અક્ષર પટેલે 27 રન, અમન ખાને 51 રન, રિપલ પટેલે 23 રન અને એનરિચે 3 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 5 સિકસર અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા.
Shami on song 🎶🎶#DC are 3️⃣ down now!
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/ozRd2w1g9I
— IndianPremierLeague (@IPL) May 2, 2023
What a spell this from @MdShami11 🤯🤯
He finishes his lethal spell with figures of 4/11 😎
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/85KNVfYXEf
— IndianPremierLeague (@IPL) May 2, 2023
A fine half-century when the going got tough 👏🏻👏🏻
Maiden IPL fifty for Aman Khan 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/UbluzqN5OH
— IndianPremierLeague (@IPL) May 2, 2023
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss & elect to bat first against @gujarat_titans.
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #DCvGT pic.twitter.com/PwyhnFUFbY
— IndianPremierLeague (@IPL) May 2, 2023
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મનીષ પાંડે, રિલી રોસો, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, અમન હાકિમ ખાન, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઇશાંત શર્મા
દિલ્હી કેપિટલ્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : ખલીલ અહેમદ, લલિત યાદવ, યશ ધુલ, પ્રવીણ દુબે, અભિષેક પોરેલ
ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ
ગુજરાત ટાઇટન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ: શુભમન ગિલ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શ્રીકર ભરત, સાઈ સુદર્શન, શિવમ માવી
આઈપીએલ ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 2 વાર ટક્કર થઈ છે. જેમાં બંને મેચમાં ગુજરાત ટાઈટન્સની જીત થઈ છે. છેલ્લી 5 મેચમી વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સ છેલ્લી 5માંથી 4 મેચ જીત્યું છે. તેણે ગઈ મેચમાં જીતની હેટ્રિક કરી હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ છેલ્લી 5માંથી 3 મેચ હારી છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:11 pm, Tue, 2 May 23