GT vs DC Match Result : લો સ્કોરિંગ મેચમાં ઘર આંગણે હાર્યા ટાઈટન્સ, ઈશાંત શર્માએ અંતિમ ઓવરમાં અપાવી જીત

IPL 2023 GT vs DC Match Result In Gujarati : આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2023ની 44મી મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સની જેમ ગુજરાત ટાઈટન્સની બીજી ઈનિંગમાં શરુઆત ખરાબ રહી હતી.

GT vs DC Match Result : લો સ્કોરિંગ મેચમાં ઘર આંગણે હાર્યા ટાઈટન્સ, ઈશાંત શર્માએ અંતિમ ઓવરમાં અપાવી જીત
| Edited By: | Updated on: May 02, 2023 | 11:14 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2023ની 44મી મેચ રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચ જોવા માટે ઘણા ઓછા દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી. 20 ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સની ટીમે 8 વિકેટના નુકશાન સાથે 130 રન બનાવ્યા હતા.

આ લો સ્કોરિંગ મેચમાં લાગી રહ્યું હતું કે ગુજરાતની ટીમ સરળતાથી આ ટાર્ગેટ ચેઝ કરી લેશે. પરતું શરુઆતમાં ગુજરાતના ખેલાડીઓ વિકેટો પડવા લાગી હતી. એક સમયે 7 ઓવરમાં 31 રન પર ગુજરાતની 4 વિકેટ પડી હતી. કેપ્ટન હાર્દિક પંડયા અને અભિનવ મનોહરે ગુજરાતની ઈનિંગ સંભાળી હતી. છેલ્લી 2 ઓવરમાં જીત માટે 33 રનની જરુર હતી. અંતિમ ઓવરોમાં રાહુલ તેવટિયાએ 3 શાનદાર સિક્સર ફટકારી મેચ રોમાંચક બનાવી હતી. ઈશાંત શર્માની શાનદાર બોલિંગને કારણે ગુજરાતની ટીમ 5 રનથી મેચ હાર્યુ હતું.

ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ લીધી હતી. મોહિત શર્માએ 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સની ટીમ તરફથી રિદ્ધિમાન સાહાએ 0 રન, શુભમન ગિલે 6 રન, હાર્દિક પંડયાએ 59 રન, વિજય શંકરે 6 રન, ડેવિડ મિલરે 0 રન, અભિનવ મનોહરે 26 રન, રાહુલ તેવટિયાએ 20 રન અને રાશિદા ખાને 3 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

દિલ્હી તરફથી પ્રથમ ઈનિંગમાં શોલ્ટે 0 રન, ડેવિડ વોર્નરે 2 રન, પ્રિયમ ગર્ગે 10 રન, રાઉસલે 8 રન, મનિષ પાંડેએ 1 રન, અક્ષર પટેલે 27 રન, અમન ખાને 51 રન, રિપલ પટેલે 23 રન અને એનરિચે 3 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 5 સિકસર અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા.

દિલ્હી કેપિટલ્સમાંથી એક માત્ર અમન ખાને ફિફટી ફટકારી હતી. રિપલ પટેલ, અમન ખાન અને અક્ષર પટેલની બેટિંગની મદદથી દિલ્હી કેપટિલ્સની ટીમ 100 રની ઉપરનો ટાર્ગેટ આપી શકી હતી. અમન ખાને 2 ખેલાડીઓ અક્ષર પટેલ અને રિપલ પટેલ સાથે 50-50 રનની પાર્ટનરશિપ કરી હતી.બીજી ઈનિંગમાં ખાલિદ અને ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે નોર્ટેજ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

આજની મેચની મોટી વાતો

  • આઈપીએલ 2023માં દિલ્હીનો ઓપનર શોલ્ટ પ્રથમ ઈનિંગની પ્રથમ બોલ પર આઉટ થનાર ત્રીજો ખેલાડી બન્યો છે.
  • આ પહેલા વિરાટ કોહલી અને પ્રભસિમરન સિંહ ઈનિંગના પ્રથમ બોલ પર આઉટ થયા હતા.
  • રિદ્ધિમાન સાહાએ આજે આઈપીએલમાં વિકેટકીપર તરીકે 100 વિકેટ પૂરી કરી હતી.
  • મોહમ્મદ શમીએ આઈપીએલ પાવર પ્લેમાં શાનદાર બોલિંગ કરનાર ખેલાડીઓની લિસ્ટમાં બીજા નંબરે પહોંચ્યો છે.
  • મોહમ્મદ શમીએ પાવર પ્લેમાં 7 રન આપીને 4 વિકેટ લીધી હતી.
  • મોહમ્મદ શમી આ સિઝનમાં પાવર પ્લેમાં સૌથી વધારે વિકેટ (12 વિકેટ ) લેનાર બોલર બન્યો છે.
  • અમન ખાને ટી20 કરિયરની પ્રથમ ફિફટી ફટકારી હતી.
  • ગુજરાતની ટીમે આજે પાવર પ્લેમાં 31 રન બનાવ્યા હતા, જે તેમનો હમણા સુધીનો સૌથી ઓછો આઈપીએલ સ્કોર છે.
  • આ મેચમાં 50 રનથી વધુની 3 પાર્ટનરશિપ જોવા મળી.

આજની મેચની રોમાંચક ક્ષણો

 

 

 

 

દિલ્હી કેપિટલ્સે જીત્યો હતો ટોસ

 

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મનીષ પાંડે, રિલી રોસો, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, અમન હાકિમ ખાન, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઇશાંત શર્મા

દિલ્હી કેપિટલ્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : ખલીલ અહેમદ, લલિત યાદવ, યશ ધુલ, પ્રવીણ દુબે, અભિષેક પોરેલ

ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ

ગુજરાત ટાઇટન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ: શુભમન ગિલ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શ્રીકર ભરત, સાઈ સુદર્શન, શિવમ માવી

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 11:09 pm, Tue, 2 May 23