
આઈપીએલ 2023ની ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની 16મી સિઝનની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની શરુઆત 31 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાઈ હતી. 59 દિવસ બાદ હાર્દિક પંડયા અને ધોનીના નેતૃત્વવાળી ટીમો વચ્ચેની મેચથી જ ટુર્નામેન્ટનો અંત થશે. આઈપીએલ 2023ના કુલ પ્રાઈઝ મની 46.5 કરોડો રુપિયા છે. ચાલો જાણીએ કે કઈ ટીમ પર કેટલા કરોડ રુપિયાનો વરસાદ થશે.
આઈપીએલની કલોઝિંગ સેરેમનીમાં રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પરફોર્મ કરતા જોવા મળશે. તેમની સાથે સાથે મિડ ટાઈમ શો માટે ડિવાઈન અને જોવિધા ગાંધી ફેન્સને મનોરંજન આપતા જોવા મળશે. આઈપીએલ 2023ની આ બંને મહત્વની મેચો માટે નમો સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.
સૌથી વધારે રન અને વિકેટલેનાર ખેલાડીઓની માહિતી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી કવોલિફાયર 2 મેચ સુધીની માહિતી છે. સૌથી વધારે રન કરનારા ખેલાડીઓમાં 800થી વધુ રન સાથે શુભમન ગિલ ઓરેન્જ કેપનો વિજેતા બની શકે છે. પર્પલ કેપ જીતવાની રેસમાં ગુજરાત ટાઈટન્સના 3 બોલર્સ છે, મોહિત શર્મા, મોહમ્મદ શમી અને રાશિદ ખાન આઈપીએલ 2023ની ફાઈનલ મેચમાં કેટલી વિકેટ લેશે તેના આધાર પર પર્પલ કેપ વિજેતા નક્કી થશે.
Published On - 9:57 pm, Sat, 27 May 23