IPL 2023 FINALમાં આજે વરસાદની થઈ જીત, ‘રિઝર્વ ડે’ના દિવસે વરસાદ પડશે તો કોણ બનશે ચેમ્પિયન ?

|

May 28, 2023 | 11:51 PM

IPL final reserve day : 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી નથી. હવે આ મેચ સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે.ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે. ચાલો જાણીએ કે 29 મેના દિવસે પણ વરસાદ પડે તો શું થશે ?

IPL 2023 FINALમાં આજે વરસાદની થઈ જીત, રિઝર્વ ડેના દિવસે વરસાદ પડશે તો કોણ બનશે ચેમ્પિયન ?
IPL final reserve day

Follow us on

Ahmedabad :  અમદાવાદમાં કમોસમી વરસાદને કારણે 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી નથી. હવે આ મેચ સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે.ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે.આજે પડેલા વરસાદને કારણે આજે ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા. ચાલો જાણીએ કે રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડશે તો આગળ શું થશે ?

રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે તો શું ?

સતત 5 કલાક વરસાદ પડતા આજની ફાઈનલ મેચ રદ્દ થઈ હતી.હવે સવાલ એ થાય છે કે જો રિઝર્વ ડે દિવસે પણ વરસાદ પડે તો? IPL ફાઈનલના નિયમો અનુસાર, રિઝર્વ ડે પર 3 કલાક 20 મિનિટના નિશ્ચિત સમય ઉપરાંત 120 મિનિટનો સમય પણ હશે. એટલે કે રિઝર્વ ડે પર પણ રાત્રે 12.06 સુધી રાહ જોવામાં આવશે, જેથી 5-5 ઓવર રમી શકાય. જો તે શક્ય ન હોય તો સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવશે. જો તે પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાત ટાઈટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

29 મેના દિવસે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ

 


આજની મેચ રદ્દ કરવામાં આવી હતી. હવે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. દર્શકોની ફિઝિકલ ટિકિટ કાલની મેચ માટે માન્ય રહેશે. આજે 11 વાગ્યે અમ્પાયર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફાઈનલના દિવસે ક્રિકેટ રસિયાઓ થયા નિરાશ

 

 

29 મેના દિવસે પણ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 મે એ રાજ્યમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા. સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. કાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની સંભાવનાને જોતા આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.

કેટલાક જિલ્લામાં 40 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. જો કે ત્યારબાદ ચાર દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:46 pm, Sun, 28 May 23

Next Article