IPL 2023 VIDEO: આઈપીએલ ઈતિહાસમાં 20મી ઓવરમાં કેપ્ટન ધોનીની ધમાલ, ફટકારી સૌથી વધારે સિક્સર

અંતિમ ઓવરમાં જાડેજા આઉટ થતા ધોની બેટિંગ માટે મેદાન પર આવ્યો હતો. તેણે 4 બોલમાં 13 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 20મી ઓવરની અંતિમ 2 બોલ પર તેણે સતત 2 સિક્સર ફટકારી હતી. આ શાનદાર સિક્સરના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. 

IPL 2023 VIDEO: આઈપીએલ ઈતિહાસમાં 20મી ઓવરમાં કેપ્ટન ધોનીની ધમાલ, ફટકારી સૌથી વધારે સિક્સર
IPL 2023 CSK vs PBKS
| Edited By: | Updated on: Apr 30, 2023 | 6:28 PM

આજે આઈપીએલ ઈતિહાસની 999મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાઈ હતી. ધોનીની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. અંતિમ ઓવરમાં જાડેજા આઉટ થતા ધોની બેટિંગ માટે મેદાન પર આવ્યો હતો. તેણે 4 બોલમાં 13 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 20મી ઓવરની અંતિમ 2 બોલ પર તેણે સતત 2 સિક્સર ફટકારી હતી. આ શાનદાર સિક્સરના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નાઈ માટે ધોનીએ છેલ્લા બે બોલમાં બે છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર ચાર વિકેટે 200 રન સુધી પહોંચાડ્યો હતો. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ અણનમ 92 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 37 અને શિવમ દુબેએ 28 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહ, સેમ કરન, રાહુલ ચહર અને સિકંદર રઝાએ એક-એક વિકેટ લીધી હતી.

20 ઓવરમાં કેપ્ટન ધોનીના 2 શાનદાર સિક્સર

 

20 મી ઓવરમાં ધોનીની ધમાલ

  • ઈનિંગ – 92
  • રન – 790
  • બોલ – 290
  • સિક્સર – 59
  • ચોગ્ગા- 49

કેપ્ટન ધોની આઈપીએલ ઈતિહાસમાં 20મી ઓવરમાં સૌથી વધારે રન અને સૌથી વધારે સિક્સર ફટકારનાર ખેલાડી છે. ધોનીનો આ રેકોર્ડ લગભગ તૂટે એમ નથી. આજે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 20મી ઓવરની અંતિમ 2 બોલ પર ફટકારેલી 2 સિક્સરને જોઈ ફેન્સ ઝૂમી ઉઠયા હતા. જણાવી દઈએ કે ધોનીની આ લગભગ અંતિમ આઈપીએલ સિઝન છે. તેને સપોર્ટ કરવા માટે ભારતના દરેક સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ફેન્સ આવી રહ્યાં છે.

આજની મેચમાં બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, મહેન્દ્ર સિંહ ધોની, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષાના, મથિશા પથિરાના.

પંજાબ કિંગ્સ: શિખર ધવન, અથર્વ તાયડે, લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, જીતેશ શર્મા, સેમ કરણ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Published On - 6:22 pm, Sun, 30 April 23