IPL 2023 Closing Ceremony : અમદાવાદમાં થશે ભવ્ય IPL ફાઈનલ, કિંગ-ન્યૂકલિયા સહિત આ બે સેલિબ્રિટી કરશે પરફોર્મ, જુઓ તૈયારીનો Video

IPL 2023 FINAL : 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 16મી સિઝનની ફાઈનલ મેચ રમાશે. તેની સાથે સાથે આઈપીએલ 2023ની કલોઝિંગ સેરેમની પણ જોડાશે. તેને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

IPL 2023 Closing Ceremony : અમદાવાદમાં થશે ભવ્ય IPL ફાઈનલ, કિંગ-ન્યૂકલિયા સહિત આ બે સેલિબ્રિટી કરશે પરફોર્મ, જુઓ તૈયારીનો Video
IPL 2023 closing ceremony
| Edited By: | Updated on: May 26, 2023 | 7:20 PM

 Ahmedabad :    આઈપીએલ 2023ની બે મહત્વની મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આજે 26 મેના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલમાં પહોંચવા માટે જંગ થશે. આ કવોલિફાયર 2માં જીતનારી ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સામે ટકરાશે. 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 16મી સિઝનની ફાઈનલ મેચ રમાશે. તેની સાથે સાથે આઈપીએલ 2023ની કલોઝિંગ સેરેમની પણ જોડાશે. તેને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

31 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ આઈપીએલ 2023ની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ ઓપનિંગ સેરેમનીમાં અરિજીત સિંઘ, તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાના એ પોતાના પરફોર્મન્સથી ધમાલ મચાવી હતી. આ ઓપનિંગ સેરેમનીને જોવા માટે 1 લાખથી વધારે લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. અને ઓટીટી જેવા પ્લેટફોર્મ પર 1 કરોડથી વધુ લોકોએ પ્રથમ મેચ અને ઓપનિંગ સેરેમની જોઈ હતી.

નમો સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચની તૈયારીનો વીડિયો

 

 

 

 

અમદાવાદમાં યોજાશે ભવ્ય કલોઝિંગ સેરેમની

 

આધિકારિક જાહેરાત કરવામાં આવી છે કે, આઈપીએલની કલોઝિંગ સેરેમનીમાં રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પરફોર્મ કરતા જોવા મળશે. તેમની સાથે સાથે મિડ ટાઈમ શો માટે ડિવાઈન અને જોવિધા ગાંધી ફેન્સને મનોરંજન આપતા જોવા મળશે. આઈપીએલ 2023ની આ બંને મહત્વની મેચો માટે નમો સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આજે કવોલિફાયર 2માં કિંજલ દવે પરફોર્મ કરશે.

 

ટિકિટ લેવા માટે નમો સ્ટેડિયમ બહાર થઈ પડાપડી

આઈપીએલ 2023ની કવોલિફાયર 2 અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓનલાઈન ટિકિટ બુકિંગ ઝડપથી બંધ જઈ જતા. નમો સ્ટેડિયમ બહાર ટિકિટ લેવા માટે ભારે પડાપડી થઈ હતી. આ બધા વચ્ચે સ્ટેડિયમ બહાર થયેલી ધક્કામુક્કીના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી

અમદાવાદમાં આગામી તા. 26મી મે અને 28 મેએ મહત્ત્વની આઇપીએલ મેચ રમાવાની છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસી GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. જેમાં રુપિયા 25ના ફિક્સ દર પર કોઈ પણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 5:14 pm, Fri, 26 May 23