IPL 2023: ગુજરાત સામે ટક્કર માટે CSKની ભરપૂર તૈયારીઓ, બેન સ્ટોક્સે વિશાળ છગ્ગા ફટકારવાની કરી પ્રેક્ટિસ

|

Mar 25, 2023 | 11:22 PM

IPL 2023 ની સિઝનમાં બેન સ્ટોક્સ ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમતો જોવા મળશે, આ માટે તેણે પોતાની તૈયારી શરુ કરી દીધી છે અને હવે તે વિશાળ લાંબા છગ્ગા ફટકારવાની પ્રેક્ટિસ કરવા લાગ્યો છે. ચેન્નાઈની પ્રથમ મેચ ગુજરાત સામે છે.

IPL 2023: ગુજરાત સામે ટક્કર માટે CSKની ભરપૂર તૈયારીઓ, બેન સ્ટોક્સે વિશાળ છગ્ગા ફટકારવાની કરી પ્રેક્ટિસ
Ben Stokes started practicing hit huge sixes

Follow us on

આગામી શુક્રવાર થી IPL 2023 ની શરુઆત થનારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર સાથે જ સિઝનની શરુઆત થશે. બંને ટીમો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત ટાઈટન્સ ટીમના ખેલાડીઓ પણ તૈયારીઓમં લાગ્યા છે. જોકે તૈયારીઓના મામલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સતત અપડેટ વિડીયો અને તસ્વીરો શેર કરતી જોવા મળે છે. ચેન્નાઈની ટીમની પ્રથણ મેચ શુક્રવારે જ રમાનારી છે. જેને લઈ સિઝનની શરુઆત શાનદાર કરવા માટે પરસેવો વહાવતા ટીમના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. બેન સ્ટોક્સ ચેન્નાઈની ટીમનો હિસ્સો બન્યો છે અને હવે તે વિશાળ છગ્ગાઓ ફટકારવાનો અભ્યાસ કરી રહ્યો છે.

સૌથી સફળ ટીમ પૈકીની એક ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ મનાય છે. ચેન્નાઈની ટીમ 4 વાર ચેમ્પિયન બની ચુક્યુ છે. જોકે ગત સિઝન ચેન્નાઈ માટે સારી રહી નહોતી અને ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. હવે આ સિઝનની શરુઆત શાનદાર બનાવવાની પુરી તૈયારીઓ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈની ટીમે કરી લીઘી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્ટોક્સની છગ્ગા વાળી પ્રેક્ટિસ

બેન સ્ટોક્સને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રુપિયામાં અંતિમ ઓક્શન દરમિયાન ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આમ તો પોતાની જરુરિયાતો પર વધારે ધ્યાન આપ્યુ હતુ અને એ પ્રમાણે તેઓએ ખેલાડીઓને પોતાની સાથે જોડવા માટે પ્રયાસ કર્યો હતો. બેન સ્ટોક્સ આઈપીએલની આગામી સિઝન માટેની તૈયારીઓના અભ્યાસ કેમ્પમાં જોડાઈ ચુક્યો છે.

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ચેન્નાઈ સુપર કિંગ્સ ના અભ્યાસ કેમ્પમાં પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. તે ઉંચા ઉંચા વિશાળ છગ્ગા ફટકારવાની પ્રેક્ટિસ કરી લીધી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, સ્ટોક્સે બે શાનદાર છગ્ગા ફટાકર્યા હતા. પ્રથમ છગ્ગો બોલરના ઉપરથી અને બીજો છગ્ગો લોંગ ઓન પર લગાવ્યો હતો..

 

ધોની બાદ કોણ?

ચેન્નાઈ સુપક કિંગ્સ ટીમને ધોની બાદ કોણ આગેવાની કરશે એ મોટો સવાલ છે. અગાઉ રવિન્દ્ર જાડેજાની પસંદગી ચેન્નાઈએ કરી હતી, પરંતુ એ ફ્લોપ રહેતા ચેન્નાઈની કેપ્ટનશિપ ધોનીએ ફરી થી સંભાળી લીધી હતી. જ્યારે બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન છે, પાકિસ્તાનને બેન સ્ટોક્સની આગેવાની ઘરાવતી ઈંગ્લેન્ડની ટીમે વ્હાઈટ વોશ ટેસ્ટ સિરીઝમાં કર્યો હતો.. આમ ચેન્નાઈ માટે સુકાની પદ સંભાળવા બેન સ્ટોક્સ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

Published On - 11:18 pm, Sat, 25 March 23

Next Article