IPL 2023: ખેલાડીઓ પર T20 WC બાદ થશે ધનવર્ષા, આ તારીખે થશે ઓક્શન

|

Oct 16, 2022 | 10:22 PM

IPL 2023 માટે મીની હરાજી (IPL Auction) પહેલા તમામ ફ્રેન્ચાઇઝીએ 15 નવેમ્બર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે.

IPL 2023: ખેલાડીઓ પર T20 WC બાદ થશે ધનવર્ષા, આ તારીખે થશે ઓક્શન
IPL 2023 Auction ડિસેમ્બરમાં થશે

Follow us on

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) શરૂ થઈ ગયો છે. ભારતીય ટીમ (Indian Cricket Team) 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા વિજયી શરૂઆત સાથે ખિતાબ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. ટીમના તમામ ખેલાડીઓની નજર ટાઈટલ પર છે, સાથે જ પોતાની તાકાત પણ બતાવી રહી છે, કારણ કે વર્લ્ડ કપ ફાઈનલ બાદ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે. IPL 2023 ની હરાજી (IPL 2023 Auction) ની તારીખ સામે આવી ગઈ છે. મીડિયા અહેવાલ અનુસાર વર્લ્ડ કપ ફાઈનલના એક મહિના બાદ બેંગલુરુમાં આઈપીએલ હરાજી થશે.

સમાચાર અનુસાર, ખેલાડીઓ પર બિડિંગ 16 ડિસેમ્બરે થશે. IPL 2023 માં લગભગ 3 વર્ષ પછી હોમ અને અવે ફોર્મેટ પરત આવશે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે માર્ચના અંતિમ સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે.

પર્સમાં 5 કરોડનો વધારો થશે.

હરાજીમાં પર્સના પૈસા પણ વધ્યા હશે. IPL 2022 ની મેગા ઓક્શનમાં સેલરી પર્સ 90 કરોડ રૂપિયા હતી, જ્યારે આ વખતે તે 95 કરોડ રૂપિયા થઈ શકે છે. એટલે કે ગત વખત કરતા રૂ.5 કરોડ વધુ છે. ગયા વર્ષે મેગા ઓક્શન યોજવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે મીની હરાજી થશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી ટૂંક સમયમાં તૈયાર કરવી પડશે

તે જ સમયે, અન્ય એક મીડિયા રીપોર્ટ અનુસાર, તમામ 10 ફ્રેન્ચાઇઝીઓને તેમના તમામ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી 15 નવેમ્બર સુધીમાં સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. IPL 2022 માં 2 નવી ટીમોએ ડેબ્યૂ કર્યું. મેગા ઓક્શનમાં નવી અને જૂની ફ્રેન્ચાઈઝીને વધુમાં વધુ 4 ખેલાડીઓને રિટેન કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આઈપીએલ 2023ની મીની ઓક્શનમાં આવી કોઈ મર્યાદા નથી.

હોમ અવે ફોર્મેટમાં IPL 2023

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ 22 સપ્ટેમ્બરે રાજ્ય સંઘોને લખેલા પત્રમાં કહ્યું હતું કે IPLની આગામી સિઝન ફરીથી 10 ટીમો સાથે હોમ અને અવે ફોર્મેટમાં રમાશે.

ગાંગુલીને બીસીસીઆઈ છોડવુ નિશ્ચિત

સૌરવ ગાંગુલીની બીસીસીઆઈ પ્રમુખ પદની ખુરશી પણ હચમચી ગઈ છે અને બીસીસીઆઈમાંથી તેમની બહાર નીકળવાનું લગભગ નિશ્ચિત છે. એટલે કે ટૂંક સમયમાં બોર્ડની કમાન અન્ય કોઈના હાથમાં જોવા મળશે. આવી સ્થિતિમાં, નવા પ્રમુખ સાથે IPL 2023 નું આયોજન કરવું વધુ રસપ્રદ રહેશે.

Published On - 10:21 pm, Sun, 16 October 22

Next Article