IPL 2023માં બન્યા આ 10 રેકોર્ડ, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા

|

May 30, 2023 | 3:07 PM

IPL 2023માં એવા 10 રેકોર્ડ જે આ લીગમાં પહેલા ક્યારેય બન્યા નથી. IPLની 16મી સિઝનમાં રનનો ઢગલો જોવા મળ્યો હતો. જો કે ગુજરાત ટાઇટન્સના બોલરોએ પણ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

IPL 2023માં બન્યા આ 10 રેકોર્ડ, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા

Follow us on

IPL 2023ની સીઝન પૂરી થઈ ચૂકી છે. સોમવારે રોમાંચક મેચ રમાઈ હતી. એમએસ ધોનીની કપ્તાનીવાળી ટીમ પાંચમી વખત ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. મેચનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું, પરંતુ શું તમે જાણો છો કે આ સીઝનમાં 10 એવા રેકોર્ડ બન્યા હતા, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા. એક રીતે જોઈએ તો આ સિઝનમાં રનનો ઢગલો થઈ ગયો હતો.

IPL 2023 ના રેકોર્ડની સંપૂર્ણ યાદી

  • 1. IPLના ઈતિહાસમાં પહેલીવાર એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બન્યો હતો. આ સિઝનમાં 1124 સિક્સર ફટકારવામાં આવી હતી, જ્યારે 2022માં 1062 સિક્સર જોવા મળી હતી.
  • 2. IPL 2023માં ચોગ્ગાનો રેકોર્ડ પણ બન્યો હતો. આ સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા જોવા મળ્યા હતા. આ વર્ષે કુલ 2174 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે 2022માં આ રેકોર્ડ 2018 ચોગ્ગાનો હતો.
  • 3. આ સિઝનમાં આઈપીએલમાં સદીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ વખતે  12 બેટ્સમેનોએ  સદીની ઇનિંગ્સ રમી હતી. સૌથી વધુ સદી આ વખતે એક સિઝનમાં જોવા મળી હતી. 2022માં 8 સદી ફટકારવામાં આવી હતી.
  • 4. IPLની એક સિઝનમાં સૌથી વધુ અડધી સદી પણ આ વખતે જોવા મળી. IPL 2023માં બેટ્સમેનોએ 153 વખત ફિફ્ટી પ્લસ રન બન્યા. 2022માં આવું માત્ર 118 વખત થયું હતું.
  • 5. એક સિઝનમાં સૌથી વધુ વખત 200 પ્લસ ટોટલ કુલ 37 વખત આ સિઝનમાં થયો છે. જે 2022ની સરખામણીમાં વધારે છે. 2022માં 18 વખત જ 200 પ્લસનો સ્કોર થયો હતો.
  • 6. IPLની 16મી સિઝનમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 183 હતો, જે IPLની કોઈપણ સિઝનમાં સૌથી વધુ છે. 2018માં, 172નો સ્કોર પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર હતો.
  • 7. રન રેટના મામલે પણ આ સિઝન ટોપ પર રહી. IPL 2023માં બેટ્સમેનોએ પ્રતિ ઓવર 8.99 રનની ઝડપે બેટિંગ કરી હતી. 2018નો સર્વશ્રેષ્ઠ 8.65 રન પ્રતિ ઓવર હતો.
  • 8. IPL 2023 માં, 200 કે તેથી વધુ રનના લક્ષ્યનો ચેઝ થયો છે. 8 વખત ટીમોએ 200 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. 2014 માં, આવું એક સિઝનમાં માત્ર ત્રણ વખત થયું હતું.
  • 9. એક જ ટીમના ત્રણ બોલરોએ IPLની એક સિઝનમાં 25-25 કે તેથી વધુ વિકેટ લીધી હતી. આ લીગના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય આવું બન્યું નથી. જીટીના મોહમ્મદ શમી, મોહિત શર્મા અને રાશિદ ખાને આવું કર્યું.
  • 10. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ અને પ્રભસિમરન સિંહે આ સિઝનમાં આવું કર્યું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 2:56 pm, Tue, 30 May 23

Next Article