IPL 2022 થી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ તમામ ફ્રેન્ચાઇઝીઓને બાયો-બબલના નિયમનું સખત પાલન કરવા માટે આદેશ આપી દીધો છે. પ્રોટોકોલ જાળવી રાખવા માટે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) એ સારા પગલા ઉઠાવ્યા છે. ફ્રેન્ચાઇઝીએ મુંબઈના જીયો વર્લ્ડ ગાર્ડનમાં 13 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલ MI અરેના (MI Arena) તૈયાર કર્યો છે. તેમાં ફૂટબોલ ગ્રાઉન્ડ, ઇન્ડોર ગેમથી લઇને કાફે સુધીની તમામ સુવિધાઓ છે. આ અરેનામાં ટીમના સભ્ય સહિત પરિવારના લોકો સિવાય કોઇને પણ પ્રવેશવા પર પ્રતિબંધ છે.
મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘MI Arena’નો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ‘પુષ્પા સ્ટાઈલ’ માં ચાલતો જોવા મળ્યો હતો. આ સાથે તે અન્ય ખેલાડીઓ સાથે બાળકોના વિભાગમાં પણ ફાયરિંગની રમત રમતો જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પણ હાથમાં બંદૂક લઇને બાળકો સાથે રમતો જોવા મળ્યો હતો. ટીમના બાકીના ખેલાડીઓ પણ એમઆઈ એરેના (MI Arena) માં ફાયરિંગ અને પોલો રમતા જોઈ શકાય છે.
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના એક અધિકારીએ જણાવ્યું – MI એરેના (MI Arena) નું નિર્માણ ખેલાડીઓને સિઝન દરમિયાન એકબીજાને વધુ સારી રીતે કનેક્ટ કરવા અને એકબીજાને જાણવાની મંજૂરી આપવા માટે કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં લોકોએ ઘણા પડકારોનો સામનો કર્યો છે. પરંતુ અમે એક પરિવાર છીએ અને દરેકને સુરક્ષિત અને ખુશ રાખવાની જવાબદારી MI ની છે.
The opening of MI Arena was a total धमाल event! 🤩
P.S. You will just love Ro in this video. He was truly in his element. 🤣💙#OneFamily #MumbaiIndians MI TV pic.twitter.com/OB1MSXZpkU
— Mumbai Indians (@mipaltan) March 21, 2022
એમઆઈ એરેના (MI Arena) માં ફૂટબોલ ગ્રાઉન્ડ, બોક્સ ક્રિકેટ, પિકલ બોલ કોર્ટ, ફૂટ વોલીબોલ, એમઆઈ બેટલ ગ્રાઉન્ડ, કિડ્સ ઝોન અને એમઆઈ કાફે છે. આ ઉપરાંત, ટીમ હોટેલમાં રોકાશે, જેમાં અત્યાધુનિક જિમ, મસાજ ખુરશીઓ સાથેનો લાઉન્જ રૂમ, ગેમિંગ કન્સોલ, આર્કેડ ગેમ, ઇન્ડોર બાસ્કેટબોલ શૂટર, મ્યુઝિક બેન્ડ માટે અલગ સ્ટેજ, ટેબલ ટેનિસ, કાફે, પૂલ ટેબલ, ચિલ્ડ્રન પ્લે એરિયા છે.
IPL માં રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે IPL 2022 માં તેની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમશે. ટીમમાં રોહિત શર્મા ઉપરાંત જસપ્રિત બુમરાહ, કિરોન પોલાર્ડ, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર ખેલાડીઓ છે.
આ પણ વાંચો : જાણો IPL 2022 પહેલા સૌથી સફળ ટીમ કઈ? છેલ્લી 14 સિઝનમાં માત્ર 6 ટીમોએ ટાઈટલ જીત્યું, 2નો દબદબો રહ્યો
આ પણ વાંચો : IPL 2022: મુંબઈએ 5 વખત ટાઈટલ જીત્યું, ચેન્નાઈ પણ પાછળ નથી, જાણો અત્યાર સુધી કઈ ટીમ કેટલી વખત વિજેતા થઈ
Published On - 6:12 pm, Mon, 21 March 22