ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સિઝન 15 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના સ્ટાર ખેલાડી દિનેશ કાર્તિકે (Dinesh Kartik) પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ સિઝનમાં દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તેણે અત્યાર સુધી આ રોલ ખૂબ જ સારી રીતે ભજવ્યો છે. ત્યારબાદ તેની ટીમ ઈન્ડિયામાં વાપસીની માગ થઈ રહી છે. તો આવો જાણીએ શા માટે દિનેશ કાર્તિકને ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું જોઈએ.
જો આઈપીએલમાં દિનેશ કાર્તિકના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી IPL 2022 ની 5 ઇનિંગ્સમાં 197 ની એવરેજથી રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 209.57 રહી છે. આ સિવાય તેણે ઘણી વખત બેંગ્લોરની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તે ટીમમાં ફિનિશર તરીકે સતત પોતાને સાબિત કરી રહ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોનીના ગયા બાદ ટીમ ઈન્ડિયા સતત ફિનિશરની શોધમાં છે. આ રોલમાં દિનેશ કાર્તિક જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી હાર્દિક, વેંકટેશ અય્યર, સૂર્યકુમાર યાદવને અજમાવ્યા છે. પરંતુ તાજેતરમાં દિનેશ કાર્તિકે જે રીતે પ્રદર્શન કર્યું છે. જે બાદ તે T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવાની રેસમાં સામેલ થઈ ગયો છે.
દિલ્હી સામેની મેચ બાદ કોહલીને ઈન્ટરવ્યુ આપતાં તેણે કહ્યું હતું કે આ સમયે મારો ઉદ્દેશ્ય ટીમ ઈન્ડિયા માટે ફરીથી રમવાનો છે. હું જાણું છું કે આ વર્ષે T20 વર્લ્ડ કપ થવાનો છે અને હું આ વર્લ્ડ કપનો ભાગ બનવા માંગુ છું. હું મારા દેશ માટે ટાઇટલ જીતવા માંગુ છું. ટીમ ઈન્ડિયાએ આઈસીસીની કોઈ ટૂર્નામેન્ટ જીત્યાને ઘણો સમય થઈ ગયો છે. તેના નિવેદનથી સ્પષ્ટ છે કે કાર્તિક આ સમયે વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવા માટે બેતાબ છે. આવી સ્થિતિમાં, જો તેને ટીમ ઈન્ડિયામાં ફરી એક વાર તક મળે છે, તો તે ચોક્કસપણે ચમત્કાર કરી શકે છે.
આ પણ વાંચો : IPL ના ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ ફેકનાર બોલર, જુઓ ટોપ 5માં કોનો સમાવેશ થાય છે
આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સ પર આફત ઉતરી, હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે બહાર, રાશિદ ખાન ચેન્નાઈ સામે કેપ્ટનની ભૂમિકામાં