રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની ટીમ, જે પોતાના નવા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે મેદાનમાં ઉતરી છે, તે આ સિઝન IPL 2022 માં સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ અત્યાર સુધી છ મેચ રમી છે જેમાંથી ચારમાં તેણે જીત મેળવી છે. ટીમે શનિવારે તેની છઠ્ઠી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને હરાવ્યું હતું અને પાછલી મેચમાં હાર બાદ તેઓ ફરી એકવાર જીતના પાટા પર પરત ફર્યા છે. આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નું બેટ આ સિઝનમાં કંઈ ખાસ કરી શક્યું નથી, પરંતુ શનિવારની મેચમાં ચાહકોને કિંગ કોહલીની શાનદાર ફિલ્ડિંગનો અદ્ભૂત નજારો ચોક્કસ જોવા મળ્યો.
વિરાટ કોહલી તે ખેલાડીઓમાંથી એક છે જે તેની ફિટનેસ માટે જાણીતા છે અને જ્યારે મેદાન પર ચપળતા બતાવવાની અને મુશ્કેલ કેચ લેવાની વાત આવે છે, ત્યારે કોહલી ઘણીવાર ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. કોહલી માટે ખુશીની વાત એ હતી કે તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા સિવાય મેદાન પર તેના કેચના વખાણ કરનારાઓમાં સાસરિયાઓ પણ ઉપસ્થિત હતા.
આરસીબીએ દિલ્હી કેપિટલ્સને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આરસીબીએ ઓપનિંગ વિકેટ મેળવીને દિલ્હી પર દબાણ બનાવ્યું હતું. જોકે, RCB અને જીત વચ્ચે દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત અવરોધ બનીને ઊભો હતો. 17મી ઓવરના બીજા બોલ પર પંતે સિરાજનો ફુલ ટોસ બોલ કવર પર રમ્યો. બોલ ખૂબ જ ઊંચો હતો, જોકે વિરાટ કોહલીએ કૂદકો મારીને એક હાથે શાનદાર કેચ લીધો હતો. કેચ લીધા પછી, તે સ્ટેન્ડ તરફ વળ્યો અને અનુષ્કા શર્મા તરફ ઈશારો કર્યો જાણે કે તે તેને કેચ સમર્પિત કરી રહ્યો હોય. અનુષ્કાની સાથે તેના માતા-પિતા પણ ત્યાં હાજર હતા, જેઓ તેમના જમાઈનો શાનદાર કેચ જોઈને ખૂબ જ ખુશ હતા. તેઓ પણ તાળીઓ પાડીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.
Amazing catch from @imVkohli
No doubt he is the one hand stunner. And what a beautiful moment ♥️#RCB #RCBvsDC pic.twitter.com/TSUhhGlCJG— (@Rumispeak) April 16, 2022
અંતિમ ઓવરોમાં રમાયેલી દિનેશ કાર્તિકની તોફાની ઇનિંગ્સ અને ગ્લેન મેક્સવેલની અડધી સદીના કારણે આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ દિલ્હી કેપિટલ્સને 16 રનથી હરાવ્યું હતું. મેક્સવેલે 34 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 55 રન ફટકારીને આરસીબીને શરૂઆતના ઝટકામાંથી બચાવી લીધુ હતુ. બાદમાં, કાર્તિકે (34 બોલમાં અણનમ 66, પાંચ ચોગ્ગા, પાંચ છગ્ગા) શાહબાઝ અહેમદ (21 બોલમાં અણનમ 32, ત્રણ ચોગ્ગા, એક છગ્ગા) સાથે છઠ્ઠી વિકેટ માટે 97 રનની અતૂટ ભાગીદારી કરી હતી અને સ્કોર 189 રન બનાવ્યો. જવાબમાં દિલ્હી સાત વિકેટે 173 રન જ બનાવી શકી હતી.
Published On - 7:52 am, Sun, 17 April 22