ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) ની શરૂઆત સારી રહી ન હતી. કારણ કે તેઓ પંજાબ કિંગ્સ સામે તેમની પ્રથમ મેચ હારી ગયા હતા. આ પછી ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) એ મંગળવારે કહ્યું કે જો બેંગ્લોરની ટીમ આ સિઝનમાં તેનું પહેલું IPL ટાઇટલ જીતે છે, તો તે એબી ડી વિલિયર્સ (Ab de Villiers) વિશે વિચારીને ખૂબ જ ભાવુક થઈ જશે.
નોંધનીય છે કે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ બેંગ્લોરની ટીમમાં 11 વર્ષ સુધી સાથે રમ્યા છે. આ દરમિયાન બંને ખેલાડીઓએ ફ્રેન્ચાઈઝી માટે ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી છે. તો બંને ખેલાડીઓએ સાથે મળીને ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ રેકોર્ડને આગામી સિઝનમાં તોડવા ઘણા મુશ્કેલ બની રહેશે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના સ્ટાર એબી ડી વિલિયર્સે (Ab de Villiers) ગયા વર્ષના અંતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. એબી ડી વિલિયર્સે વર્ષ 2008 અને 2010 ની વચ્ચે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સાથે પણ રમી ચુક્યો છે. પરંતુ 2011 માં તે બેંગ્લોર ટીમ સાથે જોડાઇ ગયો હતો અને તે નિવૃત્તિ સુધી આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો રહ્યો હતો. ડી વિલિયર્સે અત્યાર સુધી કુલ 184 આઈપીએલ મેચ રમી છે. જેમાં તેણે 39.71 ની એવરેજ અને 151.69 ની સ્ટ્રાઈક રેટથી 5,162 રન બનાવ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલ્ડ ડાયરીઝ પર બોલતા વિરાટ કોહલીએ કહ્યું, “જો અમે આ સિઝન (IPL 2022) ટાઇટલ જીતવામાં સફળ રહીશું તો મારા મગજમાં સૌથી પહેલા એક જ વાત આવશે અને તે ડી વિલિયર્સ છે.” કોહલીએ વધુમાં કહ્યું, “એબી ડી વિલિયર્સ હજુ પણ તેના અને ટીમ માટે ઘણું મહત્વ ધરાવે છે. જો તે ઘરેથી મેચ જોતો હોય તો પણ તે એક સારો વ્યક્તિ છે, કારણ કે તેણે આટલા વર્ષો સુધી સખત મહેનત કરી અને સારું પ્રદર્શન કર્યું છે.”
આ પણ વાંચો : IPL 2022: IPL છોડનારા ખેલાડીઓને સબક શીખવાડશે BCCI, ખેલાડીઓની મુશ્કેલી વધી શકે છે
આ પણ વાંચો : Womens IPL : Punjab Kingsની ટીમ મહિલા IPLમાં પણ જોવા મળી શકે છે, BCCI પુરૂષો બાદ મહિલા IPL યોજવાની તૈયારીમાં