મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) યુવા સેન્સેશન તિલક વર્માએ ખુલાસો કર્યો છે કે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) તેમના ક્રિકેટ આઈકોન છે. ડાબા હાથના બેટ્સમેને એવો પણ ખુલાસો કર્યો છે કે તેને બેટિંગ કરતી વખતે કવર અને સ્ટ્રેટ ડ્રાઈવ રમવાનું પસંદ છે. 19 વર્ષીય, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં દિલ્હી કેપિટલ્સ સામે માત્ર 15 બોલમાં 22 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તિલક વર્મા, જેમણે IPL 2022 ની મેગા હરાજી દરમિયાન તેની મૂળ કિંમત 20 લાખની સામે મુંબઈ ઈન્ડિયન્સે 1.7 કરોડમાં ખરીદ્યો હતો.
તિલક વર્માનું નામ અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં આવ્યું અને ઘણી ફ્રેન્ચાઈઝીઓએ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, MI સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સાથેના બિડિંગ યુદ્ધમાં તિલક વર્માને ટીમમાં મેળવવામાં સફળ રહી.
19 વર્ષીય તિલક વર્માનો જન્મ 8 નવેમ્બર 2002ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તે મિડલ ઓર્ડર બેટ્સમેન છે. જે પાર્ટ-ટાઇમ ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. ડાબોડી બેટ્સમેન 2020 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમનો ભાગ હતો. જેમાં તેણે કુલ 6 મેચ રમી હતી અને 28.66ની સરેરાશથી 86 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં તેણે સુરેશ રૈનાને પોતાનો આદર્શ ગણાવ્યો હતો.
Tilak ke batting ki jhalak toh humne dekh li…🔥💥
Now it’s time to get to know him a bit better! 💙#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/sOkywpWiCd
— Mumbai Indians (@mipaltan) March 30, 2022
પ્રતિભાશાળી ડાબા હાથના બેટ્સમેને 2018 માં આંધ્ર પ્રદેશ સામે હૈદરાબાદ માટે પ્રથમ-ક્લાસમાં પ્રવેશ કર્યો હતો. તિલક વર્માએ 2019માં લિસ્ટ-A અને T20 ડેબ્યૂ કર્યું હતું. વિજય હજારે ટ્રોફી 2021-22માં તે શાનદાર ફોર્મમાં હતો અને ત્યાં તેણે 180 રન બનાવ્યા, જ્યારે બોલિંગમાં 4 વિકેટ પણ લીધી. ડાબા હાથના બેટ્સમેને ગત સિઝનની સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 7 મેચમાં 147.26ના સ્ટ્રાઈક રેટથી 215 રન બનાવ્યા હતા.
MI હવે રાજસ્થાન રોયલ્સ સામે રમશે. જેણે તેમની શરૂઆતની મેચમાં તેના હરીફ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ મેચ 2જી એપ્રિલ (શનિવાર)ના રોજ ડૉ. ડી.વાય. પાટીલ સ્પોર્ટ્સ એકેડમી, મુંબઈ ખાતે રમાશે. પાછલી મેચમાં તેની સારી શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ તિલક વર્મા ટૂંક સમયમાં IPLમાં મોટી ઇનિંગ્સ રમવાનું ઇચ્છશે.
આ પણ વાંચો : IPL 2022: આર અશ્વિન અને જોસ બટલરે માંકડિંગ વિવાદ પર તેમના વિચારો વ્યક્ત કર્યા
આ પણ વાંચો : IPL 2022: પંજાબ કિંગ્સનો આ ખેલાડી ફીટનેસથી પરેશાન, ટીમથી બહાર થયા બાદ હવે વિરાટ કોહલી પાસે ભણશે પાઠ!