IPL 2022 : “વાતાવરણ શાનદાર છે”, ડેવિડ મિલરે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપના વખાણ કર્યા

|

Apr 30, 2022 | 11:46 PM

IPL 2022 : ગુજરાત ટાઇટન્સ (GT) ટીમે હાલમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને 6 વિકેટે હરાવીને પ્લે ઓફમાં પોતાનું સ્થાન મજબુત કર્યું છે.

IPL 2022 : વાતાવરણ શાનદાર છે, ડેવિડ મિલરે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપના વખાણ કર્યા
David Miller and Rahul Tewatia (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ગુજરાત ટાઇટન્સની ટીમ હાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. હાલ ગુજરાતની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે અને પ્લે ઓફ માટે સ્થાન નક્કી કરી લીધું છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) એ IPL 2022 માં તેમની આઠમી જીત નોંધાવી અને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું. રાહુલ તેવટિયા (43*) અને ડેવિડ મિલર (David Miller) (39*) ની શાનદાર ઇનિંગ્સને કારણે ગુજરાતે શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું.

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022 ની 43મી મેચમાં બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો હતો અને પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન જાળવી રાખ્યું હતું.

રાહુલ તેવટિયા અને ડેવિડ મિલરે ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેણે પાંચમી વિકેટ માટે અણનમ 79 રનની ભાગીદારી કરી હતી. મેચ બાદ ડેવિડ મિલરે રાહુલ તેઓટિયાના વખાણ કર્યા હતા. ડેવિડ મિલરે કહ્યું, તેવાટિયા સાથે બીજી મેચ જીતી, જે શાનદાર હતી. પ્લે ઓફમાં પહોંચવા માટે આવા પ્રદર્શન મહત્વપૂર્ણ છે.

આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ

ડેવિડ મિલરે કહ્યું કે ગોલ્ફ રમવાથી શાંત રહેવામાં મદદ મળી અને આશિષ નેહરા અને ગેરી કર્સ્ટને કોચ તરીકે દબાણ મુક્ત રાખ્યું. તેણે કહ્યું, વધુ ગોલ્ફ રમવાથી મન શાંત રહેવામાં મદદ મળી. પરંતુ આશિષ નેહરા અને ગેરી કર્સ્ટનને કોચ હોવાથી પણ ઘણી મદદ મળી. આ લોકો વાતાવરણને ખુશનુમા રાખે છે.

ડેવિડ મિલરે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની ખાસિયત પણ જણાવી હતી. તેણે કહ્યું, હાર્દિક પંડ્યા સારી કેપ્ટનશીપ કરી રહ્યો છે. તે મેદાનની બહાર ખૂબ જ હળવાશ અનુભવે છે અને ટીમનું વાતાવરણ શાનદાર રાખે છે.

મહત્વનું છે કે ગુજરાત ટાઇટન્સ ટીમના સ્ટાર ખેલાડી ડેવિડ મિલરે 24 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 39 રનની અણનમ ઈનિંગ રમી હતી અને બેંગ્લોર સામે જીત માટે શાનદાર ઇનિંગ રમી હતી. ડાબા હાથના બેટ્સમેને કહ્યું, ભૂમિકા વિશે સ્પષ્ટ હોવું જરૂરી છે. અમે એકબીજાને પ્રોત્સાહિત કરીએ છીએ. આશા છે કે અમે એક ટીમ તરીકે વધુ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશું. અમે અત્યાર સુધીના ભાગોમાં સારો દેખાવ કર્યો છે. અમે પાવરપ્લેમાં સારો દેખાવ કર્યો હતો.

આ પણ વાંચો : IPL 2022: બર્થ ડે પર Rohit Sharma ના બદલી શક્યો 8 વર્ષ જૂનો ઈતિહાસ, 2 રન બે મોટા દર્દ આપી ગયા

આ પણ વાંચો : IPL 2022 : ગુજરાતના સામે હાર્યા બાદ RCB ના સુકાની ફાફ ડુ પ્લેસિસે પોતાની ભૂલ જણાવી

Next Article