IPL 2022: ‘સ્પીડસ્ટાર’ ઉમરાન મલિક સાથે લાગી શરત, નિકોલસ પૂરને બંને હાથે બોલિંગ કરી, Video

|

Apr 01, 2022 | 5:54 PM

IPL 2022 માં, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેની આગામી મેચ 4 એપ્રિલે લખનૌ સામે રમશે. કેન વિલિયમસનની ટીમને પોતાની પ્રથમ મેચમાં 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022: સ્પીડસ્ટાર ઉમરાન મલિક સાથે લાગી શરત, નિકોલસ પૂરને બંને હાથે બોલિંગ કરી, Video
Nicholas Pooran (PC: Twitter)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં ખરાબ શરૂઆત બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના ખેલાડીઓ સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. કેન વિલિયમસન (Kane Williamson) ની ટીમને પોતાની પ્રથમ મેચમાં 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે IPL 2022 માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેની આગામી મેચ 4 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામે રમશે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ નેટમાં ઘણો પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરન (Nicholas Pooran) બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઇએ કે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અત્યાર સુઘી લીગમાં માત્ર એક જ મેચ રમી છે. જેમાં તે રાજસ્થાન રોયલ્સ સામે ખરાબ પ્રદર્શન કરતા 61 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ હાર બાદ હૈદરાબાદ ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. સુકાની કેન વિલિયમસન આગામી લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચને જરા પણ હળવાશથી નહીં લે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પુરને બંને હાથથી બોલિંગ કરી

ખરેખર આ વીડિયો સૌ પ્રથમ સનરાઇઝર્સ હૈદરાબાદે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. ગઈકાલે રાત્રે પ્રેક્ટિસ દરમિયાન, જ્યારે ઝડપી બોલર ઉમરાન મલિક (Umran Malik) બેટિંગ પ્રેક્ટિસ કરવા માટે કીટ પહેરી રહ્યો હતો. ત્યારે નિકોલસ પૂરને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ખેલાડી નિકોલસ પૂરને કોચ ટોમ મૂડીને પૂછ્યું કે સ્પિન કરવું કે ફાસ્ટ. મૂડીએ ઉમરાનને સ્પિન બોલ કરવાનું કહ્યું. આ પછી પુરણ ઉમરાનને કહે છે કે હું સ્પિન કરું કે ફાસ્ટ બોલિંગ કરું.

 

જેના જવાબમાં ઉમરાન કહે છે કે તમે જે ઈચ્છો તે કરો. હું તમારી એક ઓવરમાં ફોર અને સિક્સર મારીશ. આ પછી પૂરન પહેલીવાર બંને હાથે બોલિંગ કરતો જોવા મળે છે. જો કે, નિકોલસ પૂરને તેની બોલિંગ સમયે નિરાશ થવું પડ્યું હતું, કારણ કે ઉમરાન જોરદાર શોટ લગાવે છે.

આ પણ વાંચો : IPL 2022 GT vs DC Live Streaming : ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ લાઇવ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

આ પણ વાંચો : IPL 2022 KKR vs PBKS Head to Head: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સનો કેવો છે રેકોર્ડ? જાણો

Next Article