IPL 2022: હર્ષલ પટેલે બેંગ્લોરની હાર બાદ મેચના હિરો રિયાન પરાગ થી હાથ નહી મિલાવી કર્યુ અપમાન! જુઓ Viral Video

મંગળવારે મેચ દરમિયાન આરસીબીના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) અને રાજસ્થાનના યુવા સ્ટાર રિયાન પરાગ (Riyan Parag) વચ્ચે બોલાચાલી થઈ હતી.

IPL 2022: હર્ષલ પટેલે બેંગ્લોરની હાર બાદ મેચના હિરો રિયાન પરાગ થી હાથ નહી મિલાવી કર્યુ અપમાન! જુઓ Viral Video
Harshal Patel માટે ફેન્સ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે
| Edited By: | Updated on: Apr 27, 2022 | 10:16 AM

ચાહકોને IPL મેચોમાં બધું જ જોવા મળે છે. બેટ્સમેનોની શક્તિ, બોલરોની શક્તિ, વિશેષ ઉજવણી અને પ્રગતિ પણ. ક્યારેક આ એગ્રેસન લડાઈનું સ્વરૂપ લઈ લે છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને RCB વચ્ચે પણ મંગળવારે આઈપીએલમાં કંઈક આવું જ જોવા મળ્યું જ્યારે આરસીબીના હર્ષલ પટેલે (Harshal Patel) બોલિંગમાં ધોલાઈ સહ્યા બાદ રાજસ્થાનના યુવા સ્ટાર રિયાન પરાગ (Riyan Parag) સાથે લડાઈ કરી. આક્રોશ માત્ર અહીં જ પૂરો નથી થયો, મેચ પૂર્ણ થઈ ગયા પછી પણ વર્ષના પર્પલ કેપ ધારકે એવું કૃત્ય કર્યું હતું, જેના કારણે પ્રશંસકો ખૂબ જ આશ્ચર્યમાં અને રોષે ભરાઈ ગયા હતા.

રાજસ્થાન રોયલ્સ ટીમે મંગળવારે લીગમાં તેની આઠમી મેચમાં આરસીબીને 29 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ માત્ર 144 રન બનાવી શકી હતી. જોકે, જવાબમાં RCBની ટીમ માત્ર 115 રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. મેચ દરમિયાન હર્ષલ પટેલ અને રિયાન પરાગ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ લડાઈની અસર મેચના અંત સુધી રહી હતી.

હર્ષલે રિયાન સાથે હાથ મિલાવ્યા નહિ

આરસીબીની ટીમની છેલ્લી વિકેટ ત્યારે પડી જ્યારે હર્ષલ પટેલ 20મી ઓવરના ત્રીજા બોલ પર કુલદીપ સેનની બોલ પર રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. દર વખતની જેમ પરાગે આ કેચ અને ટીમની જીતની ઉજવણી પોતાની સ્ટાઈલમાં કરી હતી, જોકે પટેલ તેનાથી ખૂબ નારાજ હતા. મેચ પૂરી થયા પછી જ્યારે બધા એકબીજા સાથે હાથ મિલાવતા હતા ત્યારે પટેલે પરાગને છોડી દીધો હતો. પરાગે હાથ લંબાવ્યો પણ પટેલ તેની સાથે હાથ મિલાવ્યા વગર આગળ વધ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોએ હર્ષલ પટેલના આ પગલાને યોગ્ય ઠેરવ્યું. તેને રમતની ભાવના વિરુદ્ધ માનવામાં આવી રહ્યુ છે.

 

 

 

પરાગ અને પટેલ વચ્ચે ઘર્ષણ થયુ હતુ

રાજસ્થાન રોયલ્સની ડૂબતી બોટને રિયા પરાગે કિનારે લાવી મૂકી હતી. આ યુવા સ્ટારે 31 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા આવ્યા હતા. પરાગ અંત સુધી અણનમ રહ્યો હતો. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં રિયાન પરાગે 18 રન બનાવ્યા હતા. જેમાં એક ફોર અને બે સિક્સ સામેલ હતી. પરાગે પણ આ જ ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેની ઇનિંગ્સના આધારે ટીમ 144 રન બનાવી શકી હતી. જો કે, જ્યારે પરાગ ડગઆઉટમાં પરત ફરી રહ્યો હતો ત્યારે હર્ષલ પટેલે તેને કંઈક કહ્યું જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે બધું અહીં સમાપ્ત ન થયું.

 

આ પણ વાંચો : Priyanka Jawalkar Dating KKR Cricketer : કોલકોતાની ટીમના આ સ્ટાર ખેલાડીને ડેટ કરી રહી છે પ્રિયંકા જાવલકર!

આ પણ વાંચો : IPL 2022: રોવમેન પોવેલનો ગજબનો દાવો! અંપાયરના કારણે 6 બોલમાં 6 છગ્ગા ના લગાવી શક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 9:02 am, Wed, 27 April 22