IPL 2022 : મુંબઈના શરમજનક પ્રદર્શન પર રોહિત શર્મા થયો ભાવુક, ટ્વીટ કરીને લખ્યું- હું ટીમને પ્રેમ કરું છું…

|

Apr 25, 2022 | 7:32 PM

Mumbai Indians : મુંબઈ ઈન્ડિયન્સ (MI) સતત આઠ મેચ હાર્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવાની અણી પર છે. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ હવે ફેન્સ માટે એક ટ્વિટ કર્યું છે અને ખરાબ પ્રદર્શન વચ્ચે પણ શુભેચ્છકોનો આભાર માન્યો છે.

IPL 2022 : મુંબઈના શરમજનક પ્રદર્શન પર રોહિત શર્મા થયો ભાવુક, ટ્વીટ કરીને લખ્યું- હું ટીમને પ્રેમ કરું છું...
Rohit Sharma (PC: IPL)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આ સિઝનમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ તેની તમામ પ્રથમ 8 મેચ હારી ગયું છે જે એક રેકોર્ડ છે. આ શરમજનક પ્રદર્શન પર સુકાની રોહિત શર્મા (Rohit Sharma) ભાવુક થઈ ગયો છે અને સોમવારે (25 એપ્રિલ) તેણે ચાહકો માટે એક ટ્વિટ પણ કર્યું છે. તમને જણાવી દઇએ કે મુંબઈએ 24 એપ્રિલના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સામે કારમી હાર મેળવી હતી. આ મુંબઈ ટીમની લીગમાં સતત 8મી હાર હતી. મુંબઈ હજુ સુધી એક પણ જીત મેળવવામાં સફળ રહી નથી.

જાણો, રોહિતે ટ્વીટમાં શું લખ્યું…

રોહિત શર્માએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘અમે આ ટૂર્નામેન્ટમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. પરંતુ ઘણીવાર ન વિચારેલું થાય છે. રમતગમતની દુનિયામાં ઘણા દિગ્ગજો આ તબક્કામાંથી પસાર થઇને બહાર નીકળ્યા છે. પરંતુ હું મારી ટીમ અને તેના વાતાવરણને પ્રેમ કરું છું. હું અમારા શુભેચ્છકોનો પણ આભાર માનું છું જેમણે અમારામાં વિશ્વાસ દર્શાવ્યો અને ટીમ પ્રત્યે અતૂટ વફાદારી દર્શાવી.

રોહિત શર્માની ગણતરી IPL ઈતિહાસના સૌથી સફળ સુકાનીઓમાં થાય છે. તેમના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત IPL ની ટ્રોફી જીતી છે. રોહિત શર્મા પણ આઈપીએલનો બીજા નંબરનો સૌથી સફળ સુકાની મેચ જીતવાના મામલે છે. પરંતુ આ વખતે આ બધી બાબતો નિષ્ફળ ગઈ. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ક્યારેય સળંગ આટલી મેચો હાર્યું નથી. તેમજ કોઈ પણ ટીમ સિઝનની શરૂઆતમાં તેની તમામ 8 મેચ હારી નથી.

માત્ર કેપ્ટનશિપ જ નહીં પરંતુ રોહિત શર્માની બેટિંગ પણ ચિંતાનો વિષય છે. રોહિત શર્માએ અત્યાર સુધી 8 મેચમાં માત્ર 153 રન બનાવ્યા છે. તેની એવરેજ 20 થી ઓછી છે. આવી સ્થિતિમાં જો ટીમના સુકાની ઓપનર અને સૌથી મોટા બેટ્સમેનનું પ્રદર્શન આવું રહેશે તો ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે.

આઈપીએલ 2022 માં મુંબઈ ઈન્ડિયન્સઃ

  1. દિલ્હી કેપિટલ્સે 4 વિકેટે હરાવ્યું.
  2. રાજસ્થાન રોયલ્સે 23 રને હરાવ્યું.
  3. કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે 5 વિકેટે હરાવ્યું.
  4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 વિકેટે હરાવ્યું
  5. પંજાબ કિંગ્સ ટીમે 12 રને હરાવ્યું.
  6. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે 18 રને હરાવ્યું.
  7. ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટે હરાવ્યું.
  8. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે 36 રને હરાવ્યું.

 

આ પણ વાંચો : IPL 2022 : ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના નામે નોંધાયો

આ પણ વાંચો : IPL 2022: ઈશાન કિશને ધીમી બેટિંગની કરી છતાં MS Dhoniનીને આ મામલે પછાડી શક્યો નહીં, જાણો શું છે મામલો

Next Article