IPL 2022: ગુજરાત ટાઈટન્સ ઈડન ગાર્ડનમાં રાજસ્થાન રોયલ્સ સામે ‘Qualifier 1’ માં ટકરાશે, જાણો ક્યારે જામશે જંગ?

|

May 21, 2022 | 8:54 AM

પોઈન્ટ ટેબલમાં ટોચ પર બેઠેલી ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને બીજા ક્રમે રહેલી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમ Qualifier 1 માં સામસામે ટકરાશે.

IPL 2022: ગુજરાત ટાઈટન્સ ઈડન ગાર્ડનમાં રાજસ્થાન રોયલ્સ સામે ‘Qualifier 1’ માં ટકરાશે, જાણો ક્યારે જામશે જંગ?
Gujarat Titans ,સૌથી પહેલા પ્લેઓફમાં પહોંચ્યુ હતુ

Follow us on

આઈપીએલની આ સિઝનમાં કંઈક નક્કી થયું છે કે નહીં, પરંતુ એક વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ક્વોલિફાયર વન (IPL 2022 Qualifier 1) કઈ બે ટીમો વચ્ચે રમાશે? પોઈન્ટ ટેબલમાં ટોચ પર બેઠેલી ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને બીજા ક્રમે રહેલી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમ ક્વોલિફાયર વનમાં સામસામે ટકરાશે. આ સમીકરણ પર અંતિમ મહોર રાજસ્થાનની ટીમે 20 મેની સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ ને હરાવ્યા પછી થઈ. બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 2 બોલ બાકી રહેતા 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે, પોઈન્ટ ટેબલમાં, તેણે પહેલાથી જ નંબર બે લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજા નંબર પર ધકેલી દીધુ છે.

ક્વોલિફાયર વન પોઈન્ટ્સ ટેબલમાં ટોચની બે ટીમો વચ્ચે રમાય છે. ક્વોલિફાયર વન રમતી ટીમને ફાઇનલમાં જવાની બે તક મળે છે. જો ગુજરાત ટાઇટન્સ અથવા રાજસ્થાન રોયલ્સ ક્વોલિફાયર વન હારી જાય તો પણ તેની પાસે ક્વોલિફાયર 2 રમીને ફાઇનલમાં પહોંચવાની તક રહેશે. ક્વોલિફાયર ટુ મેચ ક્વોલિફાયર વન હારી ગયેલી ટીમ અને એલિમિનેટર જીતનાર ટીમ વચ્ચે રમાય છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

એલિમિનેટરમાં લખનઉ કોનો સામનો કરશે?

પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાય છે. જે ટીમ આ મેચ હારે છે તે ટાઈટલની રેસમાંથી બહાર થઈ જાય છે. IPL 2022 ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ કઈ ટીમ દિલ્હી કેપિટલ્સ અથવા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટકરાશે, તે અત્યારે નક્કી નથી.

ક્વોલિફાયર વન 24મી મેના રોજ રમાશે

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર વન કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાશે. આ મેચ 24 મે મંગળવારના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. રાજસ્થાનની ટીમ IPL ની પ્રથમ ચેમ્પિયન રહી છે. પરંતુ ગુજરાત ટાઇટન્સની આ ડેબ્યુ સિઝન છે. આ પછી, એલિમિનેટર મેચ પણ 25 મે એટલે કે બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. જ્યારે એલિમિનેટર જીતનારી ટીમ શુક્રવાર, 27 મેના રોજ ક્વોલિફાયર 2 રમશે, જ્યાં તેનો મુકાબલો ક્વોલિફાયર વન ગુમાવનાર ટીમ સાથે થશે. ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

Published On - 8:51 am, Sat, 21 May 22

Next Article