IPL 2022ની શરૂઆત 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તમામ મેચ મહારાષ્ટ્રમાં રમાશે. જેને પગલે નાના-મોટા તમામ ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઈઝી સાથે જોડાવા લાગ્યા છે. દિલ્હી કેપિટલ્સના સુકાની રિષભ પંત તથા ઓલરાઉન્ડર અક્ષર પટેલ બુધવારે તેની ફ્રેન્ચાઈઝી સાથે જોડાય ગયા છે. લીગમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાશે. ગયા વર્ષની ટાઈટલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ધોની એન્ડ કંપનીનો વિજય થયો હતો.
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, “રિષભ પંત, અક્ષર પટેલ, કેએસ ભરત, પૃથ્વી શો, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ મુંબઈની ટીમ હોટલમાં ટીમ સાથે જોડાઈ ગયા છે.”
મળતી માહિતી પ્રમાણે બેટ્સમેન પૃથ્વી શો, ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને ડાબોડી સ્પિનર કુલદીપ યાદવને ત્રણ દિવસ માટે હોટલના તેમના રૂમમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. રિષભ પંત, અક્ષર પટેલ અને કે.એસ. ભરત એક બાયો બબલમાંથી બીજા બાયો બબલ તરફ આગળ વધી રહ્યા છે. તે અગાઉ શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમના બાયો બબલમાં હતો.
About last night 💙
Bengaluru 🛫 ➡️ 🛬 Mumbai ➡️ Ready to ROAR 🤩🔥#IPL2022 #YehHaiNayiDilli @TajMahalMumbai pic.twitter.com/qvT7NxQlHK
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2022
દિલ્હી કેપિટલ્સ ટીમ IPLમાં પોતાની પ્રથમ મેચમાં 27 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. ટીમના પૂર્વ સભ્ય શ્રેયસ અય્યર હવે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયા છે. તે આગામી સિઝનમાં આ ફ્રેન્ચાઈઝીની જવાબદારી સંભાળતો જોવા મળશે. રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ છે. આવી સ્થિતિમાં તે ફ્રેન્ચાઈઝીને પ્રથમ ટાઈટલ જીતવામાં મદદ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવશે. જ્યારે દિલ્હી ટીમમાં સહાયક કોચ તરીકે અજીત અગારકરની સાથે હવે શેન વોટસન પણ ટીમ સાથે જોડાય ગયા છે. ત્યારે ટીમને લીગમાં પહેલું ટાઇટલ જીતવા માટે વધુ અપેક્ષા છે.
આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સના ચાહકો માટે સારા સમાચાર, હાર્દિક પંડ્યા આઈપીએલમાં રમશે અને બોલિંગ પણ કરી શકશે
આ પણ વાંચો : IPL 2022 માટે દક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે! બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં છૂટ મળી શકે છે