RCB vs PBKS, IPL 2022: પંજાબે જોની બેયરિસ્ટોની આક્રમક રમત વડે બેંગ્લોરને આપ્યુ 210 રનનુ લક્ષ્ય, હર્ષલ પટેલની 4 વિકેટ

|

May 13, 2022 | 9:51 PM

RCB vs PBKS, IPL 2022: જોની બેયયરિસ્ટોએ શાનદાર આક્રમક ઈનીંગ રમી હતી, તેણે 21 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. જ્યારે પાવર પ્લેમાં પંજાબે 83 રન કર્યા હતા.

RCB vs PBKS, IPL 2022: પંજાબે જોની બેયરિસ્ટોની આક્રમક રમત વડે બેંગ્લોરને આપ્યુ 210 રનનુ લક્ષ્ય, હર્ષલ પટેલની 4 વિકેટ
ધવન અને બિયરિસ્ટોએ સારી શરુઆત આપી હતી

Follow us on

IPL 2022 ની 60મી મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ (Royal Challengers Bangalore vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે (Faf du Plessis) ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પંજાબની ઓપનીંગ જોડી ટોસ હારીને ક્રિઝ પર ઉતરી હતી. શરુઆતથી જ મોટા સ્કોરનુ લક્ષ્ય આપવાનુ મન બનાવી લીધુ હોય એમ પંજાબે આક્રમક શરુઆત કરી હતી. જોની બેયરિસ્ટો (Jonny Bairstow) એ ઝડપી અડધી સદી વડે પંજાબના મોટા સ્કોર માટેનો પાયો જમાવ્યો હતો. 20 ઓવરના અંતે  9 વિકેટે 209 રનનો સ્કોર પંજાબે નોંધાવ્યો હતો.

જોની બેયરિસ્ટો અને શિખર ધવનની જોડી ઓપનીંગમાં આવી હતી અને તેમણે ધમાલ મચાવી દીધી હતી. બંને એ ઝડપી શરુઆતનો પ્રયાસ કર્યો હતો. ધવન 15 બોલમાં 21 રન કરીને 60 રનના ટીમના સ્કોર પર મેક્સવેલના બોલ પર બોલ્ડ થયો હતો. તેણે એક છગ્ગો જમાવ્યો હતો. પંજાબે પાવર પ્લેમાં 83 રન એક વિકેટ ગુમાવીને કર્યા હતા.

બેયરિસ્ટો-લિવિંગસ્ટોનની શાનદાર અડધી સદી

જોની બેયરિસ્ટોએ 21 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. તે 29 બોલની રમત રમીને 66 રન નોંધાવી આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 7 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. લિયામ લિવિંગસ્ટોને પણ શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 42 બોલમાં 70 રન નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગા અને 5 ચોગ્ગા વડે આ રન નોંધાવ્યા હતા. ભાનુકા રાજપક્ષે ફ્લોપ રહ્યો હતો, તે માત્ર 1 જ રન કરીને વાનિન્દુ હસારંગાનો શિકાર થયો હતો. મયંક અગ્રાવાલે 16 બોલમાં 19 રન નોંધાવ્યા હતા. જ્યારે જિતેશ શર્મા 9 રન, હરપ્રીત બ્રાર 7 રન, ઋષી ધવન, 7 રન, રાહુલ ચાહર 2 રન નોંધાવીને આઉટ થયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હર્ષલ પટેલે 4 વિકેટ ઝડપી

બેંગ્લોરનો સ્ટાર બોલર હર્ષલ પટેલ આમ તો પર્પલ પટેલથી ગત સિઝનમાં જાણીતો બન્યો હતો. જોકે આ વખતે તેને વિકેટ મેળવવા માટે થોડો સંઘર્ષ કરતો પણ જોવો પડ્યો હતો. જોકે પંજાબ સામે જ્યારે એક બાદ એક બોલરોની ધોલાઈ થઈ રહી હતી, ત્યારે હર્ષલે શાનદાર સ્પેલ કરીને 4 વિકેટ ઝડપી હતી. તેણે 34 રન 4 ઓવરમાં આપ્યા હતા. જોસ હેઝલવુડ સૌથી ખર્ચાળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 64 રન આપ્યા હતા અને એક પણ વિકેટ મળી નહોતી. હસારંગાએ 2 વિકેટ માત્ર 15 રન 4 ઓવરમાં આપીને ઝડપી હતી. શાહબાઝ અહેમદે 40 રન આપીને 1 વિકેટ મેળવી હતી. ગ્લેન મેક્સવેલે 2 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ મેળવી હતી.

 

Published On - 9:32 pm, Fri, 13 May 22

Next Article