IPL 2022: બોલ થી કમાલ કરનારને પર્પલ કેપનો તાજ અપાય છે, જાણો અત્યાર સુધીમાં કોણે કોણે મેળવી છે પર્પલ કેપ

|

Mar 24, 2022 | 7:04 AM

IPL ની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને સિઝનના અંતે પર્પલ કેપ (IPL Purple Cap) આપવામાં આવે છે. આઈપીએલની શરૂઆતથી લઈને અત્યાર સુધી આ પ્રથા ચાલુ છે.

IPL 2022: બોલ થી કમાલ કરનારને પર્પલ કેપનો તાજ અપાય છે, જાણો અત્યાર સુધીમાં કોણે કોણે મેળવી છે પર્પલ કેપ
IPL Purple Cap ગત સિઝનમાં હર્ષલ પટેલે મેળવી હતી

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2022), વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટ લીગમાંની એક, 26 માર્ચથી શરૂ થઈ રહી છે. આ લીગ તેના સ્પર્ધાત્મક વાતાવરણ માટે પ્રખ્યાત છે. આ લીગે બોલ અને બેટની પ્રતિભાને નવા આયામો આપ્યા છે અને માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને એવા ખેલાડીઓ આપ્યા છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચર્ચા બનાવી છે. જો લીગ ટી-20 ફોર્મેટમાં રમાય તો સ્વાભાવિક જ છે કે ક્રિકેટ ઝડપી હશે જ્યાં રનનો વરસાદ થતો હોય. પરંતુ આ લીગમાં બોલરોએ અહી બતાવ્યુ છે કે, જો તમારામાં ટેલેન્ટ છે તો તમે બોલથી પણ મેચને પલટી શકો છો. IPL માં, બોલ વડે કમાલ કરનારાઓને પણ ઓળખ મળે છે અને જે સિઝનમાં સૌથી વધુ વિકેટ લે છે તેને પર્પલ કેપ (IPL Purple Cap) આપવામાં આવે છે.

IPLની પ્રથમ સંસ્કરણ એટલે કે 2008 થી પર્પલ કેપ આપવાનો ટ્રેન્ડ છે. લીગના અંતે, જે બોલર સૌથી વધુ શિકાર કરે છે, તેના માથા પર આ કેપ સજાવાતી હોય છે. આ દરમિયાન, લીગ દરમિયાન એક કેપ પણ આપવામાં આવે છે પરંતુ તે મેચ અનુસાર બદલાય છે. મેચ પછી, જે ખેલાડી સૌથી વધુ વિકેટ લેવાના મામલે નંબર-1 છે તેને આ મળે છે. અમે તમને આ કેપના અત્યાર સુધીના વિજેતાઓ વિશે જણાવી રહ્યા છીએ.

પર્પલ કેપ વિજેતા ખેલાડીઓની યાદી

ક્રમ સિઝન પર્પલ કેપ વિજેતા રન
1 2008 સોહેલ તન્વિર 22
2 2009 આપી સિંહ 23
3 2010 પ્રજ્ઞાન ઓઝા 21
4 2011 લસિથ મલિંગા 28
5 2012 મોર્ને મોર્કલ 25
6 2013 ડ્વેન બ્રાવો 32
7 2014 મોહિત શર્મા 23
8 2015 ડ્વેન બ્રાવો 26
9 2016 ભૂવનેશ્વર કુમાર 23
10 2017 ભૂવનેશ્વર કુમાર 26
11 2018 એન્ડ્રયુ ટાઇ 24
12 2019 ઇમરાન તાહિર 26
13 2020 કાગીસો રબાડા 30
14 2021 હર્ષલ પટેલ 32

બ્રાવોએ સૌથી વધુ વખત પર્પલ ‘તાજ’ મેળવ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સનો બ્રાવો અને સનરાઈઝર્સ હૈદરાબાદનો ભુવનેશ્વર કુમાર પર્પલ કેપ જીતવામાં મોખરે છે. આ બંનેએ બે-બે વખત આ કેપ જીતી છે, જ્યારે ટીમના રુપે જોવામાં આવે તો ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી આગળ રહી છે. આ ટીમના ખેલાડીઓ ચાર વખત આ કેપ જીતી ચૂક્યા છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

 

આ પણ વાંચોઃ Tennis: Ashleigh Barty એ નિવૃત્તી જાહેર કરી, વિડીયો શેર કરીને આપી જાણકારી, ફેંન્સને નથી થઇ રહ્યો વિશ્વાસ

આ પણ વાંચોઃ IPL 2022: રવિ શાસ્ત્રીએ આઇપીએલને મહાન ફિઝિયોથેરાપિસ્ટ ગણાવી, કહ્યુ સિઝન આવતા બધા જ ફિટ થઇ જાય છે!

Published On - 12:29 pm, Wed, 23 March 22

Next Article