IPL 2022: BCCI એ પ્લેઓફ અને મહિલા ટી20 ચેલેન્જના શેડ્યૂલનુ કર્યુ એલાન, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ

IPl 2022 ની સિઝનની લીગ મેચોનો તબક્કો હવે અંત તરફ આગળ વધી રહ્યો છે. હવે પ્લેઓફમાં કોણ સ્થાન મેળવશે તેની ટક્કર વધુ જામી ચુકી છે. જોકે પ્લેઓફ અને બાદમાં ફાઈનલ મેચ ક્યાં રમાશે તેની અટકળોનો BCCI એ અંત લાવી દીધો છે.

IPL 2022: BCCI એ પ્લેઓફ અને મહિલા ટી20 ચેલેન્જના શેડ્યૂલનુ કર્યુ એલાન, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ
IPL 2022 ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે
| Edited By: | Updated on: May 03, 2022 | 8:33 PM

મંગળવાર સાંજે IPL 2022 ની 48મી મેચ રમાઈ રહી છે. આ મેચની શરુઆત પહેલા પહેલા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા એક મહત્વની ઘોષણા કરવામાં આવી છે. આઇપીએલની પ્લેઓફ, ફાઈનલ મેચ અને વુમેન્સ ટી20 ચેલેન્જ 2022નુ શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ હતુ. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ફાઈનલ મેચ રમાડવામાં આવનાર છે. જ્યારે ક્વોલિફાયર 2 અને એલિમિનેટર મેચ કોલકાતામાં આયોજીત કરાનાર છે. પુણેમાં મહિલાઓ માટેની ટી20 ચેલેન્જનુ આયોજન કરાશે.

હવે માત્ર 22 લિગ મેચો જ રમાવાની બાકી છે. આગામી 22મે એ અંતિમ લિગ મેચ રમાનારી છે. ત્યાર બાદ પ્લેઓફ મેચ રમાશે. આ મેચો ક્યાં રમાશે તેને લઈને સત્તાવાર જાહેરાત થઈ ચુકી છે, જે મુજબ પ્રથમ ક્વોલિફાયર મેચ 24 મે ના રોજ રમાશે, જે મેચ કોલકાતાના ઈડર ગાર્ડન સ્ટેડિયમમાં રમાનાર છે. જ્યારે એલિમિનેટર મેચ પણ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાનાર છે. 27 મેના રોજ ક્વોલિફાયર 2 મેચ રમાશે. જે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. જ્યારે ફાઈનલ મેચ 29 મેના રોજ રવિવારે રમાશે. જે મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે.

વુમેન્સ ચેલેન્જ 2022 ક્યારે શરુ થશે

બોર્ડ દ્વારા આ અંગેની તારીખ અને સ્થળ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની શરુઆત 23 મેના રોજ થી શરુ કરવામાં આવશે. જેમાં દર વર્ષે ત્રણ ટીમો હિસ્સો લેતી હોય છે. જેમાં સુપર નોવાઝ, વેલોસિટી અને ટ્રેલબ્લેઝર્સનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટમાં ત્રણ લીગ મેચો અને બાદમાં ફાઈનલ મેચનુ આયોજન કરવામાં આવતુ હોય છે. જેમાં બીજી મેચ 24 મે ના રોજ બપોરે 3.30 કલાકે શરુ થશે. જ્યારે પ્રથમ અને ત્રીજી મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે. ત્રીજી મેચ 26 મી મેના રોજ રમાનાર છે. આ તમામ મેચોનુ આયોજન પુણેના એમસીએ સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : હિંમતનગરના રંગપુર પાટિયા પાસે ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચો : Ashwin Kotwal: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના અંતિમ આદિવાસી નેતાએ પણ છોડ્યો સાથ! કોણ છે MLA અશ્વિન કોટવાલ જાણો સંપૂર્ણ વિગત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 8:04 pm, Tue, 3 May 22