IPL-2022 ની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્ત્ઝે (Anrich Nortje) હિપની ઈજાને કારણે લીગની આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીએ તેને રૂ. 6.5 કરોડમાં રિટેન કર્યો હતો. નોર્ત્ઝેએ ગયા વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે ટીમની સફળતામાં મહત્ત્વનું પરિબળ હતું. પરંતુ આ સિઝનમાં તે રમશે નહીં. ઋ।ભ પંતની આગેવાની ધરાવતી ટીમ દિલ્હી હવે તેમના વિકલ્પો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ રીતે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જે દિલ્હીમાં નોર્ત્ઝેનું સ્થાન લઈ શકે છે.
ભારતીય સ્ટાર બોલર ઇશાંત શર્મા એક એવું નામ છે જે IPL-2022 ની હરાજીમાં વેચાયો નહોતો. પાછલી સિઝનમાં તે દિલ્હીનો હિસ્સો હતો. ઈશાંત ફ્રેન્ચાઈઝીના સેટઅપનો એક ભાગ રહ્યો છે અને તેની પાસે અનુભવ છે. આવી સ્થિતિમાં દિલ્હી ફરી એકવાર તેમની સાથે જોડાઈ શકે છે. ઈશાંતે આઈપીએલમાં અત્યાર સુધી 93 મેચ રમી છે અને 73 વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્રુ ટાયને હરાજીમાં કોઈએ ખરીદ્યો ન હતો. તેની બેઝ પ્રાઈસ એક કરોડ હતી પરંતુ તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. તે નોર્ત્ઝે માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં 27 આઈપીએલ મેચ રમી છે અને 40 વિકેટ પોતાના નામે કરી છે. IPL 2018 માં પંજાબ તરફથી રમ્યો હતો અને સૌથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસન નોરખિયાનું સ્થાન લઈ શકે છે. આ જમણા હાથનો બોલર પણ હરાજીમાં વેચાયો ન હતો. તેણે તેની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા રાખી હતી.આઈપીએલમાં આ ખેલાડીએ અત્યાર સુધી 15 મેચ રમી છે અને 19 વિકેટ લીધી છે.
Published On - 11:39 am, Fri, 11 March 22