IPL 2022: પેટ કમિન્સની તોફાની ઈનીંગ ચારેકોર છવાઈ, 19 મિનિટ માં જ 4 રેકોર્ડમાં નામ નોંધાવ્યુ

|

Apr 07, 2022 | 9:33 AM

પેટ કમિન્સે (Pat Cummins) રેકોર્ડ બનાવ્યો હતો કે તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો છે.

1 / 6
IPL 2022 માં રમાયેલી તેની પ્રથમ મેચમાં પેટ કમિન્સનો દબદબો હતો. તેણે ભારતમાં કમાલ કર્યો પરંતુ તેની અસર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પર પડી. IPLની 15મી સિઝનમાં પેટ કમિન્સે તેની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. આ મેચમાં તેણે પોતાની 19 મિનિટની બેટિંગથી એવું અદ્ભુત કામ કર્યું કે એક-બે નહીં, સમગ્ર 4 રેકોર્ડ સાથે તે જોડાઈ ગયો.

2 / 6
KKR તરફથી રમતા, પેટ કમિન્સે 19 મિનિટમાં 15 બોલમાં અણનમ 56 રન બનાવ્યા, તેણે 373થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી, જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે 14 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. આ તોફાની અડધી સદી તેના નામે 4 રેકોર્ડ બનાવનાર કારણ બની.

3 / 6
પેટ કમિન્સે પહેલો રેકોર્ડ બનાવ્યો હતો કે તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન બન્યો છે. તેણે 14 બોલમાં પોતાની ફિફ્ટી સાથે આ કારનામું કર્યું હતુ.

4 / 6
બીજો રેકોર્ડ તેણે બનાવ્યો કે આ તોફાની અડધી સદી ફટકારીને તેણે આઈપીએલમાં સૌથી ઝડપી જમાઈ ફિફ્ટીની બરાબરી કરી. પેટ કમિન્સની જેમ કેએલ રાહુલે પણ IPLમાં 14 બોલમાં અડધી સદી ફટકારી છે.

5 / 6
પેટ કમિન્સ T20 ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી માત્ર 2 બોલમાં ચૂકી ગયો. T20 માં સૌથી ઝડપી અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ 12 બોલમાં છે, જે યુવરાજ સિંહના નામે છે. કમિન્સ આ રેકોર્ડથી 2 બોલ દૂર રહ્યો હતો.

6 / 6
પોતાની તોફાની ફિફ્ટી દરમિયાન કમિન્સે એક જ ઓવરમાં 35 રન બનાવ્યા હતા. આઈપીએલમાં એક ઓવરમાં બનેલો આ સૌથી મોટો સ્કોર છે. કમિન્સ પહેલા ગેલ અને જાડેજાએ એક ઓવરમાં 37 રન બનાવ્યા હતા.

Next Photo Gallery