IPL 2022: પાવર પ્લેની 6 ઓવરમાં 75 અને બાકીની 14 ઓવરમાં 75 રન, ધોનીએ બતાવ્યુ કંગાળ રમતના હિસ્સાનુ કારણ

|

May 21, 2022 | 8:58 AM

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ત્રણ સિઝનમાં બીજી વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે અને પોઈન્ટ ટેબલમાં ખૂબ જ તળિયે છે.

IPL 2022: પાવર પ્લેની 6 ઓવરમાં 75 અને બાકીની 14 ઓવરમાં 75 રન, ધોનીએ બતાવ્યુ કંગાળ રમતના હિસ્સાનુ કારણ
MS Dhoni એ પાવર પ્લે બાદની ધીમી રમતનો કર્યો ખુલાસો

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે નિરાશાજનક સાબિત થયેલી IPL 2022 સીઝનનો પણ આ જ રીતે અંત આવ્યો. છેલ્લી મેચોમાં વિજય સાથે વિદાય લેવાની આશા રાખતી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની કપ્તાની હેઠળની ટીમને છેલ્લી ત્રણ મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે તેની છેલ્લી મેચમાં ચેન્નાઈનો રાજસ્થાન સામે 5 વિકેટે પરાજય થયો હતો. આ હાર થોડી નિરાશાજનક પણ હતી કારણ કે ટીમે બેટિંગમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ તેનો ફાયદો ઉઠાવી શકી નહોતી. કેપ્ટન ધોની (Dhoni) એ પણ આને હારનું કારણ માન્યું અને બેટિંગની આ સ્થિતિનું કારણ પણ જણાવ્યું.

બ્રેબોર્ન સ્ટેડિયમમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 150 રન બનાવ્યા હતા. ટીમની બેટિંગ નિરાશ થઈ કારણ કે પ્રથમ 6 ઓવરમાં CSKએ મોઈન અલીની બેટિંગના આધારે 75 રન બનાવ્યા હતા, પરંતુ આગામી 14 ઓવરમાં પણ CSK 75 રન ઉમેરી શક્યું હતું. ચેન્નાઈ માટે 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરનાર મોઈન અલીએ 57 બોલની ઈનિંગમાં 93 રન બનાવ્યા હતા. રાજસ્થાને જીત માટે 151 રનનો ટાર્ગેટ બે બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો.

એટલા માટે મોઇને ધીમી બેટિંગ શરૂ કરી

દેખીતી રીતે જ આ પ્રકારની વિપરીત બેટિંગથી જીતની શક્યતા ઓછી થઈ જતી હોય છે અને ધોનીએ પણ તે સ્વીકાર્યું હતું. તેણે સમજાવ્યું કે શા માટે મોઈન અલીએ ઝડપી શરૂઆત પછી ધીમી બેટિંગ કરવી પડી. સાથે ધોનીએ કહ્યું કે તેના બેટ્સમેનોએ 10 થી 15 રન ઓછા બનાવ્યા. ચેન્નાઈના કેપ્ટન ધોનીએ મેચ બાદ કહ્યું, ટીમને મધ્ય ઓવરોમાં વહેલી વિકેટ ગુમાવવાનો માર સહન કરવો પડ્યો હતો. આ પછી મોઇને ધીમી બેટિંગ કરવી પડી હતી. અમારા બેટ્સમેનોએ 10-15 રન ઓછા બનાવ્યા.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

ઘણા ખેલાડીઓએ સુધારો કર્યો છે

CSK આ સિઝનમાં લીગ તબક્કામાં 14 મેચમાંથી માત્ર 4 જીતી શકી જ્યારે 10માં હારનો સામનો કરવો પડ્યો, જે IPLના ઇતિહાસમાં ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન છે. તેમ છતાં ધોનીએ ખુશી વ્યક્ત કરી કે ટીમના યુવા ખેલાડીઓએ તેમના પ્રદર્શનમાં ઘણો સુધારો કર્યો છે. “અમારા ઘણા ખેલાડીઓએ ઘણો સુધારો કર્યો છે. મુકેશ (ચૌધરી) તેની પ્રથમ મેચની સરખામણીમાં છેલ્લી મેચમાં તદ્દન અલગ હતો. અમે જે ખેલાડીઓ સાથે પ્રયોગ કર્યો તે ઘણું શીખ્યા છે. અમારા મલિંગા (પથિરાના)એ પણ સારી બોલિંગ કરી છે. તે આવતા વર્ષે સારો દેખાવ કરશે.

Published On - 8:25 am, Sat, 21 May 22

Next Article